રાધનપુર શહેરમાં તાજેતરમાં સરકાર અને નગરપાલિકા દ્વારા અચાનક દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા ગરીબ લોકોના ઘરો તેમજ ધંધા–રોજગારને ભારે અસર પહોંચી છે. વર્ષોથી શહેરમાં ઝૂંપડામાં રહેતા તેમજ રેડી, લારી અને નાનાં ધંધા કરીને ગુજરાન ચલાવતા અનેક પરિવારો એક ઝાટકે બેઘર બન્યા છે.
રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોરનો આક્ષેપ છે કે દબાણ દૂર કરતા પહેલા કોઈ યોગ્ય નોટિસ, સર્વે કે પુનર્વસનની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે ગરીબ પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે અને રોજી-રોટી છીનવાઈ જતા જીવન જીવવું મુશ્કેલ બન્યું છે.
જયાબેન ઠાકોર દ્વારા માંગ ઉઠી છે કે નગરપાલિકા અને તંત્ર દ્વારા દબાણ દૂર કરતાં પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા સાથે રહેણાંક, હોકર ઝોનમાં ધંધાની જગ્યા તથા તાત્કાલિક સહાય આપવામાં આવે. જો યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો ગરીબ લોકો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
