પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર જનતાના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ બનેલા બોગસ ડોક્ટર સામે એસ.ઓ.જી. પાટણ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ ડિગ્રી અને કાયદેસર લાયસન્સ વગર દવાઓ તથા ઇન્જેકશન આપી લોકોના જીવ સાથે ચેડા કરતો આરોપી ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ દ્વારા જિલ્લામાં નકલી તથા બોગસ ડોક્ટરો સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે. આ સૂચનાઓના અનુસંધાને એસ.ઓ.જી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ સતત પેટ્રોલિંગ અને ચકાસણીની કામગીરી કરી રહી છે.

આ દરમિયાન એસ.ઓ.જી. ટીમને વિશ્વસનીય બાતમી મળી હતી કે ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામે રબારીવાસ વિસ્તારમાં આવેલ બળદેવભાઈ મગનભાઈ દેસાઈના મકાનમાં રહેતો સંજયભાઈ હરીભાઈ પટેલ કોઈપણ પ્રકારની મેડિકલ ડોક્ટરની ડિગ્રી કે કાયદેસર લાયસન્સ વગર મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે. આરોપી બીમાર લોકોને તપાસી દવાઓ તથા ઇન્જેકશન આપી ગંભીર બેદરકારીભર્યું કૃત્ય કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

બાતમીના આધારે એસ.ઓ.જી. પાટણની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સંજયભાઈ હરીભાઈ પટેલ (રહે. ઉંચીશેરી, અઘારા દરવાજા, પાટણ તા.જી. પાટણ) પાસે કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ લાયકાત કે લાયસન્સ ન હોવાનું ખુલ્યું હતું. તેમ છતાં તે લોકોની સારવાર કરી રહ્યો હતો, જે જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે સ્થળ પરથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેકશન તેમજ મેડિકલ સાધનો મળી કુલ રૂ. 8,013.17/- નો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ તમામ મુદ્દામાલ બિનકાયદેસર રીતે સારવાર માટે ઉપયોગમાં લેવાતો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આરોપીની ધરપકડ કરી તેની સામે બી.એન.એસ.-2023 ની કલમ 319(2) તેમજ મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ કલમ 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા જણાવાયું છે કે બોગસ ડોક્ટરો દ્વારા કરવામાં આવતી બિનકાયદેસર મેડિકલ પ્રેક્ટિસથી સામાન્ય લોકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચે છે. આવા તત્વો સામે આવનાર સમયમાં પણ સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ સારવાર લેતા પહેલા ડોક્ટરની લાયકાત અને લાયસન્સની ખાતરી કરે અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!