પાટણ જિલ્લામાં બિનઅધિકૃત રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા નકલી ડોકટરો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાથી સાહેબના આદેશ અનુસાર એસ.ઓ.જી. પાટણ ટીમે સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બોગસ ડોકટરને ઝડપી પાડ્યો છે.

એસ.ઓ.જી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે સરસ્વતી તાલુકાના સોટાવટ ગામે રબારીવાસ વિસ્તારમાં આવેલા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે નટવરભાઈ ધુડાભાઈ જોષી (રહે. પાટણ) કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વિના દર્દીઓની તપાસ કરી દવાઓ તથા ઇન્જેક્શનો આપતો હતો.

પોલીસ તપાસમાં ઇન્જેક્શનો, વિવિધ દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ. 2,116.13 થાય છે. આ રીતે આરોપી જાહેર જનતાના આરોગ્ય સાથે બેદરકારીપૂર્ણ અને જોખમી કૃત્ય કરતો હોવાનું સામે આવ્યું છે.

આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ બી.એન.એસ.-2023ની કલમ 319(2) તેમજ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરસ્વતી પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

પકડાયેલ આરોપી:

નટવરભાઈ ધુડાભાઈ જોષી, રહે. પાટણ, તા. જી. પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલ:

ઇન્જેક્શનો, દવાઓ અને મેડિકલ સાધનો – કુલ કિંમત રૂ. 2,116.13

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!