બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે વાવ રોડ પર આવેલ શ્રી રઘુવંશી સમાજ લોહાણા મહાજન નવી વાડી ખાતે જલિયાણ સત્સંગ મંડળ દ્વારા 51 માં જલારામ બાપા ના ભજન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

જેમાં ડીસા, ભીલડી, દિયોદર ,પાટણ, થરા, હારીજ, રાધનપુર તેમજ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં લગભગ પંદરસો જેટલા લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

કાર્યક્રમ ની શરૂઆત બપોરે 03:00 વાગે કરવામાં આવી. જેમાં પ્રથમ ગણપતિ દાદા ને યાદ કરી અને પછી જલારામ બાપાની બાવની તેમજ જલારામ બાપા ના ભજનો ની રમઝટ જામી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો આ સમગ્ર પ્રસંગના દાતા લાભુબેન ધીરજલાલ ઠક્કર રહ્યા હતા

The Gujarat Live News

અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!