પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. બનાસકાંઠા દ્વારા ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. પેટ્રોલિંગ દરમ્યાન હોન્ડા સીટી કાર (નંબર GJ-08-BN-3377)માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 813 બોટલ (કિંમત રૂ. 2,73,981/-) તથા કાર સહિત કુલ રૂ. 5,83,981/-નો મુદામાલ ઝડપી લેવાયો.
કાર ચાલક અરસદખાન સધંધો (ઉંમર 32 વર્ષ, પઠાણ, મૂળ રહે: પાળી, રાજસ્થાન, દેસુરી તાલુકો, ગાણેરાવ) ને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો. દારૂ મંગાવનાર તથા ભરાવનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ કાર્યવાહી શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના દારૂ-જુગાર વિરોધી ગુનાઓ શોધવા માટેના સૂચનો અનુસંધાને હાથ ધરાઈ.
શ્રી એ.વી. દેસાઈ, પોલીસ ઇન્સ્પેકટર એલસીબી બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે સી જી પેટ્રોલ પંપ સામે, અવતાર પાન પાર્લર નજીક, એલિવેટેડ બ્રિજ નીચે આ કાર્યવાહી અંજામ આપી.
The Gujarat Live News
ગોવાભાઈ આહીર પાટણ
