૯૦ લાભાર્થીઓ એ લાભ લીધો
![]()
![]()
જન સેવા અને સંસ્કાર નુ સિંચન કરતી અને અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મિશન આરોગ્યમ અંતર્ગત થાઈરોકેર લેબોરેટરી – મુંબઈ ના સહયોગ થી રાહત દરે મેગા હેલ્થ ચેક અપ કેમ્પ ( સંપૂર્ણ શરીર ની તપાસ બ્લડ રિપોર્ટ દ્વારા ) તા.૪/૨/૨૬ ના રોજ નાઇટ શેલ્ટર હોમ (આશ્રય ઘર ) નવનાળા પાસે ,બોટાદ ખાતે યોજાયો.
જેમાં બ્લડ ટેસ્ટ દ્વારા કીડની , થાઇરોડ , ડાયાબિટીસ, ક્લોરોસ્ટોલ, વિટામિન અને હૃદય ને લગતા ૭૨ જેટલા વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. આ કેમ્પ માં ૯૦ લાભાર્થીઓ એ લાભ લીધેલ
આ પ્રસંગે જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ડો. પ્રશાંત ભાઈ ક્લથિયા , ફેડરેશન પૂર્વ પ્રમુખ કેતન ભાઈ રોજેસરા , ફેડરેશન ઓફીસર સી.એલ. ભીકડિયા, નિલેશ ભાઈ કોઠારી , સેક્રેટરી દર્શન પટેલ , દિપક ભાઈ માથુકીયા, કલ્પેશ ગાંધી, ભાવેશ ગજેરા ,વિજય વાળા ,દિલીપ ભાઈ ભલગામીયા , ડો. અરવિંદ સોનાણી ,અતુલ વાઘેલા , શૈલેષ પરમાર ,અતુલ વાઘેલા ,
મન્સુર ખલ્યાણી, મુકેશ ભાઈ બગડીયા , અરવિંદ ભાઈ ક્ટુડિયા, વગેરે હાજર રહી કેમ્પ સફળ બનાવેલ.
The Gujarat Live News
અહેવાલ કનુભાઈ ખાચર

