પાટણ જિલ્લાના રાધનપુર–વારાહી હાઈવે પર કલ્યાણપુરા ગામ નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાધનપુર તરફથી કલ્યાણપુરા જઈ રહેલી એક બાઈકને પાછળથી આવી રહેલા ટેલરે ટક્કર મારતા અકસ્માત થયો હતો.

અકસ્માત દરમિયાન બાઈક પર બેઠેલી મહિલા ટેલરના ટાયરની ચપેટમાં આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક પર સવાર અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મૃતક મહિલાની ઓળખ સોનાબેન બાબુભાઈ ઠાકોર (ઉંમર અંદાજે 60 વર્ષ) તરીકે થઈ છે. અકસ્માતની જાણ થતા આસપાસના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા.
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
