આજે તારીખ 05-02-26 ગુરુવાર મહા મહિનાની વદ સંકટ ચોથ હોવાથી ગુજરાતના પ્રખ્યાત તીર્થંધામ ઊંઝા તાલુકાના ઐઠોર ગામે વહેલી સવારથી જ શ્રી ઐઠોરા ગણેશના મંગલમય દર્શન હેતુ ભક્તોની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો.

આ દિવસે આખો દિવસ મંદિર સુધીનો ગામનો રસ્તો અને મેદાન મેળાના માહોલમાં ફેરવાઈ જાય છે.
સંકટ ચોથ એટલે દાદાની પ્રિય તિથિ.
દાદાની પ્રસન્નતા હેતુ આ તિથીએ દાદાના દર્શન કરવા એક મોટુ સદભાગ્ય માનવામાં આવે છે.
દૂર-દૂરથી પગપાળા ચાલતા આવતા ભક્તોનો અઢળક તાજા ફૂલોથી શણગારેલા દાદાના દિવ્ય મનોહર સ્વરૂપને જોઈને થાક પણ ઉતરી જાય છે.
સંકટ ચતુર્થીએ સવાર અને સાંજ બેય આરતી સમયે ભક્તોથી આખુ મંદિર ભરાઈ જાય છે. મંદિરમાં સતત થતા દાદાના જય ઘોષથી ભક્તિમય વાતાવરણ બનેલું રહે છે.
અહીં મંદિરમાં ચોથ નિમિત્તે ભક્તોની સેવા – વ્યવસ્થા હેતુ ચા – પાણી અને ફળાહારની સંસ્થા તરફથી નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે, જેનો હજારો ભક્તોએ લાભ લે છે.
દર્શનાર્થીઓની વ્યવસ્થા સારી રીતે સચવાય તે માટે સેવકોની પ્રસંસનીય કામગીરી હોય છે.
દર વર્ષે દાદાના દર્શન માટે આવતા ભક્તોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે, તે મુજબ જરૂરી તમામ વ્યવસ્થા સચવાય તેવા પૂરતા પ્રયત્નો અને ફેરફારો સંસ્થા તરફથી કરવામાં આવી રહ્યા છે.
કળિયુગના સિંદૂરીયા દેવ મનાતા શ્રી ઐઠોરા દાદા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
