સાંતલપુર તાલુકામાં એચપીસીએલ, આઈઓસીએલ, એચએમઇલ તથા ગેલ ઇન્ડિયા જેવી અગ્રણી તેલ અને ગેસ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે લેવલ–૩ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોક ડ્રિલનો મુખ્ય હેતુ સંભવિત ઔદ્યોગિક અકસ્માત કે આપત્તિ સર્જાય તેવી પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ, સંકલન અને બચાવ કામગીરીની તૈયારીની ચકાસણી કરવાનો હતો.

મોક ડ્રિલ દરમિયાન આગ, ગેસ લીકેજ અને અન્ય આકસ્મિક પરિસ્થિતિનું જીવંત દૃશ્ય સર્જી સંબંધિત વિભાગોની કામગીરી પરખવામાં આવી હતી. જેમાં ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન ટીમ સહિતના વિભાગોએ સક્રિય રીતે ભાગ લીધો હતો.
અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે આવી મોક ડ્રિલથી ઇમરજન્સી સમયે ઝડપી નિર્ણય, સંકલિત કામગીરી અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે.આ પ્રસંગે પ્રાંત અધિકારી રાકેશ મોર્ય, સાંતલપુર પીઆઇ નકુલ પંચાલ,ડેપ્યુટી મામલતદાર અજયદાન ગઢવી, સાંતલપુર સરપંચ,આઈઓસીએલ રાધનપુર ઇન્ચાર્જ અશ્વિન દાફડા,એચપીસીએલ ઇન્ચાર્જ સુપ્રવત ધુઆ,ગેલ ઇન્ડિયાના એ બી.ચૌહાણ,એચએમઇએલના મહેન્દ્ર ચૌહાણ તેમજ અન્ય પેટ્રોલિયમ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર તથા સંસ્થાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મોક ડ્રિલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!