બાળકિશોર સહિત બે મહિલા સહઆરોપીઓ ઝડપાયા, સગીર ભોગબનનાર સુરક્ષિત મળી

રાધનપુર વિસ્તારમાં કાયદેસરના વાલીપણામાંથી સગીર વયની બાળકીના અપહરણના ગંભીર કેસમાં રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે.

ગઈ તા. ૧૪/૦૨/૨૦૨૬ના રોજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરે સગીર વયની ભોગબનનારાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુના નં. ૧૧ર૧૭૦૨૭૨૬૦૦૯૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૩૭(૦૨) મુજબ નોંધાઈ હતી.

ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસની અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી. પરિણામે સગીર ભોગબનનાર તથા બાળકિશોરને પાલનપુર રેલ્વે સ્ટેશન પરથી શોધી કાઢી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા.

ભોગબનનારની પૂછપરછ અને વધુ તપાસ દરમિયાન ગુનામાં બી.એન.એસ. કલમ ૬૪(૨)(એમ), ૮૭, ૫૪ તથા પોક્સો એક્ટ કલમ ૩(એ), ૪, ૫(એલ), ૬, ૧૧(૪), ૧૨ અને ૧૮ મુજબ કલમોનો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ અપહરણમાં મદદ કરનાર બે મહિલા સહઆરોપીઓને પણ ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓ:

કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર

મધુબેન, વા/ઓફ જનકકુમાર વિષ્ણુભાઈ, જાતે જોષી, ઉ.વ. ૩૪, રહે. ગોગાશેરી, રાધનપુર

કંકુબેન, ડો/ઓફ રાજાભાઈ ખોડાભાઈ, જાતે સોલંકી, ઉ.વ. ૫૬, રહે. નજુપુરા, તા. રાધનપુર, હાલ રહે. દિલ્હી – જહાગીરાપુરા

➡️ હાલ આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે.

➡️ સગીર ભોગબનનારને સુરક્ષિત રીતે શોધી કાઢવા બદલ રાધનપુર પોલીસની કામગીરીને લોકોએ સરાહના આપી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!