આજ તારીખ 21-02-26 શનિવારના રોજ મહેશભાઈ-મુકેશભાઈ પટેલ અને તેમના પરિવારે (બંગાળી) (હાલ- સુરત) એ પોતાના પિતાશ્રી મફતલાલ ઈશ્વરદાસ પટેલની 84 મા જન્મદિવસ નિમિત્તે રખડતા અબોલ કુતરાઓની સેવા કરી સમાજમાં ઉદાહરણ રૂપ પ્રવુતિ કરી.

તેમણે બુંદીના લાડવા બનાવડાવી ઐઠોર ગામ અને આજુબાજુના ખેતરોમાં રખડતા કુતરાઓને ખાવા માટે વિતરણ કર્યું અને તે સિવાય તેને લગતી અન્ય અનેક સેવાઓમાં સહયોગ ગ્રુપના સેવકોને પૂર્ણ સહકાર આપી જીવદયાનુ મહાન સત્કાર્ય કરી ધન્યતા અનુભવી.
આખા ઐઠોર ગામમાં મહેશભાઈ અને મુકેશભાઈ બે ભાઈઓ અને તેમના પરિવારની આ પ્રેરણાદાયક સત્કાર્યની ચોમેર પ્રસંશા થઇ રહી છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
