
Adani Gas Price Hike: સામાન્ય જનતા પર ફરી એકવાર મોંઘવારીનો બોજ વધ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા અમદાવાદમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1.50 રૂનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ હવે શહેરમાં CNGનો છૂટક ભાવ 83.77 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.
