
Surat Corporation : સુરત પાલિકામાં ઓકટ્રોય નાબુદી બાદ પાલિકાના મોટા ભાગના પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર જ નભી રહ્યા છે. ઓકટ્રોય નાબુદી બાદ સુરત પાલિકાના બાંધકામ ક્ષેત્રમાં મંદીના માહોલમાં પણ પ્રોજેક્ટ વધી રહ્યાં છે તેના કારણે પેડ એફએસઆઈની આવક પાલિકા માટે સંજીવની બની રહી છે. ચાલુ નાણાકીય વર્ષે સુરત પાલિકાએ પેડ એફ.એસ.આઈ. ની આવક છેલ્લા બે વર્ષની જેમ એક હજાર કરોડને પાર કરી ગઈ છે.
