તાલુકાના વિવિધ ગામોના કોંગ્રેસી અગ્રણીઓએ પાલનપુર ખાતે કમલમમાં ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ કેસરિયો ધારણ કર્યો હતો.

કંબોઈ, રાનેર, ઉંબરી, અરણીવાડા, બુકોલી તેમજ કંબોઈ સદરપુર-લુણપુર ગામોના આગેવાનોમાં વિનોદસિંહ સોલંકી, ખેતુભા વાઘેલા, મેતુભા જાદવ, વિનુભા ભાથીજી, કસલસિંહ, ચેહરસિંહ, ગલાબસિંહ, કનુભા જાદવ અને સવસિંહ જાદવ સહિત આશરે ૫૦ જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કરીને પાર્ટીમાં સક્રિય જોડાણ કર્યું હતું.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લાના ઉમેદવાર રમેશભા બાબુજી સોલંકી તેમજ તાલુકાના ઉમેદવારે પણ ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરીને રાજકીય સમીકરણોમાં નવી દિશા ઉમેરેલી હતી.

The Gujarat Live News અહેવાલ ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!