ભચાઉ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ભીમા કોરેગાવ સેના તથા યુવા નવનિર્માણ સેવા ટ્રસ્ટ દ્વારા સમસ્ત અનુ.જાતિ સમાજનો પ્રથમ ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ યોજાયો હતો. કચ્છ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારનું વિશાળ આયોજન કરવામાં આવતા સમગ્ર કાર્યક્રમ ભવ્યતા સાથે પૂર્ણ થયો હતો.

આ સમૂહલગ્નમાં કુલ ૨૨ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં. દાતાશ્રીઓના સહયોગથી દરેક નવદંપતીને કરિયાવર અને જીવન જરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવી હતી, જેના કારણે સમગ્ર લગ્નોત્સવમાં વિશેષ ભવ્યતા જોવા મળી હતી.

આ પ્રસંગે વિવિધ દાતાઓ અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી. જાડેજા, ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ બી. જાડેજા, અશોકસિંહ ઝાલા, જનકસિંહ જાડેજા, પેથાભાઈ રાઠોડ, તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિશાળ સમીયાણો અને ભારે જનમેદનીને કારણે સમગ્ર કાર્યક્રમ સ્થળ ભરચક જોવા મળ્યો હતો. વિવિધ સમાજના આગેવાનો, સંતો-મહંતો અને કાર્યકરોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવવંતો બનાવ્યો હતો.

કાર્યક્રમનું સંચાલન એડવોકેટ હરેશભાઈ કાઠેચાએ સંભાળ્યું હતું અને કાર્યકરોના સહકારથી સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!