પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી હાઇવે પર આવેલા લક્કી ગેસ્ટહાઉસને લઈને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. વાયરલ વીડિયોને આધારે ગેસ્ટહાઉસમાં અનૈતિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના આક્ષેપો ચર્ચાઈ રહ્યા છે, જોકે આ દાવાઓ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.

ગેસ્ટહાઉસ સંચાલકોને રાજકીય લાગવગનો આશરો મળતો હોવાથી ખુલ્લેઆમ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની લોકોમાં ચર્ચા જાગી

પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી હાઇવે પર આવેલ લક્કી ગેસ્ટહાઉસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. ગેસ્ટહાઉસના પ્રથમ માળે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે એક વીડિયો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, બહારથી યુવતીઓને લાવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાની ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે. આ સમગ્ર મામલે રાધનપુર શહેર તથા આસપાસના વિસ્તારોમાં વેપારી વર્ગ અને સામાન્ય નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. વેપારીઓનું કહેવું છે કે હાઇવે વિસ્તારની આવી પ્રવૃત્તિઓના કારણે સમાજમાં ખોટો સંદેશ જઈ રહ્યો છે અને યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે.

વિસ્તારમાં ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ગેસ્ટહાઉસ સંચાલકોને રાજકીય લાગવાગનો આશરો મળતો હોવાથી ખુલ્લેઆમ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ સામે આવી નથી. વાયરલ થયેલા વીડિયોને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે અને પોલીસ તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નચિહ્ન સર્જાયા છે.

સ્થાનિક લોકો દ્વારા પાટણ એસઓજી તેમજ રાધનપુર પોલીસ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. લોકોનું માનવું છે કે જો સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો તાલુકામાં ચાલી રહેલી અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ બહાર આવી શકે છે.

હાલ સોશિયલ મીડિયામાં વીડિયો અને ચર્ચાઓ જોર પકડી રહી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર મામલે લોકો પોલીસની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!