દસ દિવસથી અધૂરું કામ રહેતા સ્થાનિકોમાં નારાજગી, તાત્કાલિક કામગીરીની માંગ ઉઠી

પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર-૮ હેઠળ આવેલા જ્વાલામુખીની પોળ વિસ્તારમાં રોડ ખોદકામ બાદ કામગીરી બંધ રહેતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા આશરે દસ દિવસથી રસ્તો ખોદાયેલ હાલતમાં પડ્યો હોવાથી લોકો દૈનિક અવરજવર દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ખોદાયેલા રસ્તાના કારણે વિસ્તારમાં ધૂળ અને માટીનું પ્રદૂષણ વધી રહ્યું છે, વાહનચાલકોને અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે તેમજ રાત્રિના સમયે અકસ્માત સર્જાવાની ભીતિ પણ ઊભી થઈ છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે પરિસ્થિતિ વધુ કઠિન બની હોવાનું લોકો કહી રહ્યા છે.

આ મુદ્દે વોર્ડ નં. ૮ના કોર્પોરેટર ભરત ભાટિયાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક કામગીરી શરૂ કરી રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની માંગ કરી છે. સાથે જ કામમાં વિલંબ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.

સ્થાનિકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે વિકાસના કામો સમયસર પૂર્ણ ન થતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. હવે પાલિકા તંત્ર આ મામલે કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!