
LPG Distribution Dispute in Dahod: દાહોદના સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા થતા એલપીજી સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર ગ્રાહકો અને એજન્સી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાતા રહે છે. આવી જ એક ઘટનામાં આજે (30મી મે) ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા જ બોટલ મેળવવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેમાં ગ્રાહકો અને વિતરણ કરનારાઓ વચ્ચે ભારે ઘર્ષણ અને હોબાળો થયો હતો. માહોલ વધુ ગરમાતાં થોડા સમય માટે સિલિન્ડરનું વિતરણ પણ અટકાવી દેવાની ફરજ પડી હતી.
મામલતદારની હાજરીમાં પણ પડાપડી થતાં મામલો બિચક્યો
મળતી માહિતી અનુસાર, સંજેલી ગેસ એજન્સીના ગોડાઉન પર સંજેલી મામલતદારની હાજરીમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ગેસ સિલિન્ડર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
