રાધનપુર શહેરમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને સ્થાનિક મહિલાઓએ રાધનપુર નગરપાલિકા સામે ધરણા પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ રસ્તા, ગટર, સફાઈ અને પીવાના પાણી જેવી સમસ્યાઓના નિરાકરણની માંગ સાથે નગરપાલિકા કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો.

નગરસેવક જયાબેન ઠાકોરએ જણાવ્યું હતું કે શહેરમાં વિકાસના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ અનેક વિસ્તારોમાં નાગરિકોને હજુ પણ મૂળભૂત સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે અનેક વખત રજૂઆતો કરવા છતાં સંબંધિત પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ આવ્યો નથી.

પ્રદર્શન દરમિયાન મહિલાઓએ જણાવ્યું હતું કે લાંબા સમયથી સમસ્યાઓ યથાવત રહેતાં તેઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો છે. તેમણે તાત્કાલિક કામગીરી કરીને સમસ્યાઓના નિરાકરણની માંગ કરી હતી.

આ વિરોધ પ્રદર્શન બાદ શહેરના વિકાસકાર્યો અને નગરપાલિકાની કામગીરી અંગે ચર્ચા તેજ બની છે. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી હતી કે જો વહેલી તકે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!