કડીનાં નાનીકડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળાની પ્રણાલી એ રહી છે કે ધોરણ 5 માં અભ્યાસ કરતા દરેક વિધાર્થિઓ ને શિક્ષક બનવાનો અવસર પ્રદાન કરવો.

એ પ્રમાણે કુલ 107 વિધાર્થીઓએ શિક્ષક બની પોતાની જાતને ધન્ય બનાવી હતી. શાળાનાં આચાર્ય ખોડાભાઈ પટેલે શિક્ષક દિવસનું મહત્વ સમજાવી દરેક ને ધન્યવાદ પાઠવ્યાં હતા.

વિધાર્થીઓએ આચાર્ય, ઉપાચાર્ય, ક્લાર્ક, સેવક, ચોકીયાત, માળી તથા દરેક વિષયનાં શિક્ષકની ભૂમિકા અદા કરી પોતાનામાં રહેલ કલા કૌશલ્ય દ્વારા શાળાનું સંચાલન કરી શિક્ષક દિવસને સફળ બનાવ્યો હતો. સ્ટાફ મિત્રોએ પણ વિધાર્થીઓ ને માર્ગદર્શન આપી ખૂબ સરસ રીતે તૈયાર કર્યા હતા. શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ – ડી.રાજા વિધા સંકુલ પરિવારે પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
