મીઠા પસવારીયા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ

રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ જન કલ્યાણ શિબિરનો પ્રારંભ કરાવ્યો

કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ, સર્વસમાવેશી અને સર્વવ્યાપી વિકાસથી

નાગરિકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત બન્યો છે

– રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગા

રાજ્યમંત્રીશ્રીના હસ્તે નવનિર્મિત પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું

જનકલ્યાણ શિબિર બની અસરકારક માધ્યમ : લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજવામાં આવી રહી છે, જે ઉપક્રમે આજરોજ અંજાર તાલુકાના મીઠા પસવારીયા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ જન કલ્યાણ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે રાજ્યમંત્રીશ્રીના હસ્તે નવનિર્મિત પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અંજાર તાલુકાના મીઠા પસવારીયા ખાતે જનકલ્યાણ શિબિરને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ, સર્વસમાવેશી અને સર્વવ્યાપી વિકાસ થકી નાગરિકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરાયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતની સાથે કચ્છ જિલ્લાએ પણ કમર કસી છે.

વધુમાં રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), પી.એમ. સ્વનિધિ યોજના, પી.એમ. સૂર્યઘર યોજના, આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયવંદના, નમોશ્રી યોજના સહિતની અનેક કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણથી ગરીબ, મધ્યમવર્ગ, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોનો સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરીને ગુજરાત અને ગુજરાત થકી વિકસિત ભારતના પાયાને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે.

જનકલ્યાણ શિબિરમાં રાજ્યમંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત, જનકલ્યાણ શિબિરમાં વિવિધ વિભાગના સ્ટોલ્સ થકી લાભાર્થીઓ માટે ઉપલબ્ધ સેવાઓ, આવક પ્રમાણ પત્ર, આધાર કાર્ડ, યોજનાકીય સહાય, આરોગ્ય તપાસણી કેમ્પની મુલાકાત લઈને સ્ટોલ્સ પ્રતિનિધિઓને પ્રત્યેક નાગરિકને યોજનાકીય લાભ હેઠળ આવરી લેવા અનુરોધ કરાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સંદીપભાઇ ચાવડા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ભાવનાબેન આહીર, પ્રાંત અધિકારીશ્રી સુરેશ ચૌધરી, મામલતદારશ્રી ભગવતીબેન ચાવડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવેશ પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી પુષ્પાબેન વરાયા, અર્જુનભાઇ થારૂ અને તાલુકા પંચાયતના સદસ્યોશ્રી, અગ્રણીશ્રી બી.એન.આહીર, મશરૂભાઇ સહિત આસપાસના ગામના સરપંચશ્રીઓ, લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!