મહાન શિક્ષણવિદ્ અને ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.

આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી થઈ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકોને ફૂલહાર અર્પણ કરી તેમનું સન્માન કર્યું.

બાળકો દ્વારા શિક્ષકના મહિમા વર્ણન કરતી કવિતાઓ, ભાષણો તથા ગીતોની સુંદર રજૂઆત કરવામાં આવી.

આચાર્યશ્રી હર્ષદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે,

શિક્ષક એ વિદ્યાર્થીના જીવનનો પ્રકાશપુંજ છે.

જ્યારે ઉત્સાહી અને યુવા સાથી શિક્ષક શ્રી અશોકભાઈ પટેલે શિક્ષકના આદર્શોનું અનુસરણ કરવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા.

કાર્યક્રમના અંતે મીઠાઈ વહેંચવામાં આવી અને “શિક્ષક દેવો ભવ” ના સંદેશ સાથે ઉજવણીનો સમાપન કરવામાં આવ્યો.

પીરોજપુર પ્રાથમિક શાળાની આ ઉજવણી વિદ્યાર્થીઓમાં શિક્ષક પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વધારતી યાદગાર બની રહી.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!