દર્ વર્ષે આ દિવસ મહાન શિક્ષણવિદ્ અને ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી થઈ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકોને ફૂલહાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું.

બાળકો દ્વારા શિક્ષકના મહત્વ પર સુંદર ભાષણો, કાવ્યો તથા દેશભક્તિ ગીતોની રજૂઆત કરવામાં આવી.
આચાર્યશ્રી પટેલ વિષ્ણુભાઈ રામાભાઈએ પોતાના આશીર્વચન વક્તવ્યમાં જણાવ્યું કે, શિક્ષક એ સમાજના સાચા માર્ગદર્શક છે.
શિક્ષકના માર્ગદર્શનથી જ વિદ્યાર્થીમાં સંસ્કાર, જ્ઞાન અને વ્યક્તિત્વનો વિકાસ થાય છે.
બાળકો દ્વારા બનાવેલ શુભેચ્છા કાર્ડ અને નાનાં ભેટો શિક્ષકોને અર્પણ કરવામાં આવી.
અંતે સૌએ મળીને “શિક્ષક દેવો ભવ” ના સંદેશને યાદ કર્યો અને મીઠાઈ વહેંચી કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો.
બલાસર પ્રાથમિક શાળાની શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જ પ્રેરણાદાયી અને યાદગાર બની રહી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970

