શહેરમાં ચાલી રહેલા સ્ટોર્મ વોટર ડ્રેનેજ (વરસાદી પાણીની નિકાલ) પ્રોજેક્ટ અંગે સંપૂર્ણ માહિતી જાહેર થાય અને કામગીરીમાં પારદર્શિતા જળવાય તે હેતુથી હારીજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માહિતીના અધિકાર (RTI) હેઠળ અરજી કરવામાં આવી છે.

કોંગ્રેસ શહેર પ્રમુખ નીતિન રામજીભાઈ ઠક્કરે હારીજ નગરપાલિકાના જાહેર માહિતી અધિકારી તથા ચીફ ઓફિસરને કરેલી અરજીમાં શહેરમાં હાલ ચાલી રહેલા વરસાદી પાણીની લાઈનના કામનો સંપૂર્ણ પ્રોજેક્ટ રિપોર્ટ માંગ્યો છે. ઉપરાંત શહેરના કયા વિસ્તારનું વરસાદી પાણી કઈ લાઈન મારફતે કયા આઉટફોલ પોઈન્ટ સુધી પહોંચશે તેની વિસ્તારવાર વિગતો અને નકશો પણ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.

RTI અરજીમાં શહેરમાં કુલ કેટલા આઉટફોલ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, તેઓ કયા સ્થળોએ આવેલા છે, સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ કેટલો છે તેમજ કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા શું છે તે અંગે પણ માહિતી માંગવામાં આવી છે.

કોંગ્રેસ શહેર પ્રમુખે જણાવ્યું કે જાહેર નાણાંથી અમલમાં મુકાયેલા વિકાસકાર્યો અંગે નાગરિકોને સંપૂર્ણ માહિતી મળવી તેમનો અધિકાર છે. પ્રોજેક્ટની વિગતો જાહેર થવાથી લોકોમાં રહેલી શંકાઓ દૂર થશે અને કામગીરીમાં વધુ પારદર્શિતા આવશે.

અરજી સાથે નિયમ મુજબ રૂ. 10ની RTI ફી પણ જમા કરાવવામાં આવી હોવાનું જણાવાયું છે. હવે માહિતીના અધિકાર અધિનિયમ મુજબ નગરપાલિકા નિયત સમયમર્યાદામાં કઈ વિગતો જાહેર કરે છે તેના પર શહેરના નાગરિકોની નજર રહેશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!