અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઇનમાં ત્રણ યુવકો પડી જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. ત્રણેયને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણમાંથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુવકનું સારવાર દરમિયાન સ્થાનિકો મૃત્યુ થયાનો આક્ષેપ કર્યો હતો. જોકે ત્યારબાદ યુ એન મહેતા હોસ્પિટલ RMO, દુષ્યંત ભટ્ટે કન્ફર્મ કર્યું કે, એક યુવકનું મોત થયું છે. આજે(7 જુલાઈ) સવારથી જ હોસ્પિટલનો હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો છે. 200થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, હાઉસકીપિંગનું કામ હોવા છતાં પણ સેફ્ટી વિના ડ્રેનેજનું કામ કરવા કર્મચારીને ઉતારવામાં આવ્યો હતો. બે સુપરવાઈઝર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
એજન્સીના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા બે સુપરવાઈઝર, રાજ બારોટ અને પિનાકીન પરમાર સામે શાહીબાગ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, આ સમગ્ર બેદરકારીમાં માત્ર એજન્સીના કર્મચારીઓ સામે જ ગુનો દાખલ કરાયો છે, જ્યારે યુ.એન. મહેતા હોસ્પિટલના એક પણ અધિકારી કે કર્મચારી સામે હજુ સુધી કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી. એક સફાઈકર્મીનો પગ સ્લીપ પડ્યો, બીજા બે બચાવ ગયા
યુ એન મહેતા હોસ્પિટલ RMO, દુષ્યંત ભટ્ટના જણાવ્યા અનુસાર, ગઈકાલે (6 જુલાઈ) રાત્રે 07:15ની આસપાસ, અમારા બી બ્લોકના બેઝમેન્ટ 1માં એક અમારો સ્લમ પંપની પીટ છે, એની આજુબાજુ અમારા ત્રણ સફાઈકર્મીઓ કામ કરી રહ્યા હતા. આકસ્મિત રીતે એક સફાઈકર્મીનો પગ સ્લીપ થતા, એક કર્મચારી એ પીટમાં પડી ગયા. સાથે જ બે સહકર્મચારીઓ હતા, એના બચાવમાં સાથે અંદર ઉતર્યા હતા. પણ અંદરના જે ટોક્સિક ગેસના એન્વાયરમેન્ટને લીધે એ ત્રણેયને તકલીફ થઈ હતી. ‘એકનો અમે જીવ ના બચાવી શક્યા’
વધુમાં કહ્યું કે, એક જે અમારા કર્મચારી હતા એમને તો તાત્કાલિક જ અમારા જે આજુબાજુના જે સ્ટાફ હતા, તેને બહાર નિકાળીને રેસ્ક્યુ કરી લીધા. બીજા સ્ટાફને બે સ્ટાફ જે અમારા કર્મચારીઓને રેસ્ક્યુ કરવા માટે અમે ફાયર ટીમને બોલાવી હતી અને તેને રેસ્ક્યુ કર્યા. ત્રણે ત્રણને અમે સારવાર હેઠળ લીધા હતા, અને એમાંથી એક કર્મચારી સ્ટેબલ હતા અને તાત્કાલિક થોડી સારવારમાં એ સ્ટેબલ થઈ ગયા હતા.બીજા બે કર્મચારીઓની હાલત ગંભીર હતી. તેને અમે બધી સારવાર આપી. એક ક્રિટિકલ હાલતમાં, તો બીજો સ્વસ્થ હાલતમાં
ભટ્ટે ઉમેરતાં કહ્યું કે, બીજા એક જે સભ્ય છે, એ અમારા જે સફાઈ કર્મચારી, એ અત્યારે થોડું ક્રિટિકલ હાલતમાં છે, એમના માટે પણ અમે જે અત્યાધુનિક જેટલી ટેકનોલોજીથી સારવાર ચાલુ છે. અમારી આખી ડોક્ટરની ટીમ સર્જન, કાર્ડિયોલોજીસ્ટ બધા જ એમની પાછળ લાગેલા છે અને એમની કન્ડિશન ઈમ્પ્રુવ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્રીજા કર્મચારી સ્વસ્થ હાલતમાં છે અને અત્યારે સારવાર હેઠળ છે. ‘જવાબદાર સામે પગલા લઈશું’
RMO દુષ્યંત ભટ્ટે કહ્યું હતું કે, સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. એ છતાં પણ અત્યારે અમે આજથી અમારી જે સંસ્થાકીય તપાસ ચાલુ કરી છે. જો આ વસ્તુમાં અમને કોઈપણ જાતનો સેફ્ટીમાં કોઈ લેપ્સીસ જોવા મળશે, તો જે પણ કોઈ માણસો હશે, કે જે આ જે ઘટના બની એના માટે ગુનામાં સંડોવણી હશે તો એના અમારી સંસ્થાકીય અમે જે પણ કડક કાર્યવાહી કરશું અને જરૂર પડશે તો એમને ફરજ મુક્ત પણ કરશું. RMOએ વધુમાં કહ્યું કે, આપણે એ પીટની આજુબાજુનો જે એરિયા છે, એમનું કામ ચાલી રહ્યું હતું અને એક આ અકસ્માત રીતે એમને જે એક સફાઈકર્મીએ અંદર પીટમાં પડી ગયા હતા. અમે સંસ્થાકીય તપાસ આજથી શરૂ કરી દીધી છે. જે પણ કોઈ પણ અમારા કર્મચારી કે એમના કોઈપણ હેડ ધ્યાનમાં આવશે કે આ પ્રકારની કોઈપણ વસ્તુ થઈ છે, તો એના સામે અમે આખું કડક જે અમારા પગલાં લઈશું અને જરૂર પડી છે તો એમને ફરજ મુક્ત પણ કરીશું.એમાં આપણે અંદર પંપ મુકેલો હોય છે એટલે જે અત્યારે ચોમાસાના વાતાવરણના લીધે જે કઈ એમનો જે ડ્રેનેજને બહાર ફેંકવાનું હોય એ કામ ચાલુ હોય છે. અને ઘણીવાર એ મોટરનું રીપેરીંગ અથવા તો એ મોટર બદલવી કે કઈ હોય તો એના માટે એ એનું જે ઉપરનું ઢાંકણ હોય એ ઘણીવાર ખોલવામાં આવતું હોય છે. ‘સારવારનો ખર્ચ છે એ હોસ્પિટલ જ ઉપાડશે’
ભટ્ટે વધુમાં કહ્યું, એરિયાના એકઝેટલી સીસીટીવી નથી પણ જે પણ જે જોડાયેલા છે, સાથે કર્મચારીઓ સહકર્મચારીઓ હતા એ બધાની અમે સાથે વાત કરીશું અને પછી જે કંઈ હશે વાસ્તવિકતા એ પ્રમાણે અમે પગલાં લઈશું. જે એમનો સારવારનો ખર્ચ છે એ હોસ્પિટલ જ ઉપાડશે. અને જે મૃત્યુ પામ્યા છે, એના પણ અમારા જે સંસ્થાના નિયમો પ્રમાણે અમે જે કંઈ એમને શક્ય હશે એ બધી સહાય કરીશું. ‘અમને સેફટી વગર કામ કરાવે છે’
યુ એન મહેતા હોસ્પિટલમાં હાઉસકીપિંગના તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. ત્યાંના મહિલા સ્ટાફ ગીતાબેન અને સંગીતાબેનનું કહેવું છે કે, સેફટી વગર કામગીરી કરાવવામાં આવે છે. જે ત્રણ કર્મચારીઓમાં જે ગટરમાં ઉતર્યા હતા, તે લોકો ડ્યુટી પતાવીને ઘરે ગયા હતા છતાં ફરી પાછા બોલાવવામાં આવ્યા હતા. મહિલાઓનો આક્ષેપ છે કે, અમને સેફટી વગર બારીઓના કાચ સાફ કરવા માટે ઉપર ચડાવવામાં આવે છે. જો કોઈ મહિલા વિરોધ કરે તો તેને નોકરીમાંથી બરખાસ્ત કરવાની ધમકી આપવામાં આવે છે. ‘યુ એન મેહતામાં સુપરવાઇઝરોની દાદાગીરી ચાલે છે’
યુ એન મહેતાના પૂર્વ હાઉસ કીપિંગ કર્મચારી મિલન સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, મને ત્રણ દિવસ અગાઉ કોઈપણ કારણ વગર કાઢી મૂકવામાં આવ્યો હતો. કોઈ પણ કારણ આપ્યા વગર મને કાઢી મૂક્યો. અહીંયા મહિલાઓને ગાળો ભાંડવામાં આવે છે. યુ એન મેહતામાં સુપરવાઇઝરોની દાદાગીરી ચાલે છે . કર્મચારીનું રેસ્કયુ કરી હોસ્પિટલમાં ખસેડાયા
યુ.એન. મહેતા હોસ્પિટલમાં ગઈકાલે સાંજના સમયે હોસ્પિટલમાં આવેલી એક ડ્રેનેજ લાઈનમાં ત્રણ યુવકો પડી ગયા હોવા અંગેનો ફાયરબ્રિગેડને મેસેજ મળ્યો હતો જેથી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જોકે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો જ્યારે બે વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમે ડ્રેનેજ લાઈનમાંથી બહાર કાઢ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનામાં હોસ્પિટલમાં જ કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારી હોવાનું સામે આવ્યું હતું. એક કર્મચારી મૃત્યુ પામ્યાનો આક્ષેપ
ત્રણેયની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેયના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે હોસ્પિટલ તરફથી તેમને મળવા દેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. SMC નામની કંપની હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ ચલાવે છે તેનો કર્મચારી હતો અને તેનું મૃત્યુ થયું હોવા અંગેનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે હોસ્પિટલ તરફથી સત્તાવાર રીતે હજી સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી. ત્યારે મોટી સંખ્યામાં હાઉસકીપિંગનો સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી
હાઉસકીપિંગનો સ્ટાફ હડતાળ પર ઉતરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. શાહીબાગ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી છે અને હાલમાં હોસ્પિટલના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં હાઉસકીપિંગના સ્ટાફે હોબાળો મચાવ્યો છે અને પોલીસ તેમને સમજાવી રહી છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં બેઝમેન્ટની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના
ગઇકાલે(6 જુલાઈ) અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલના પરિસરમાં એક હૃદય કંપાવનારી દુર્ઘટના સામે આવી હતી. હોસ્પિટલ કેમ્પસમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુએજ ટેન્ક (ગટરની ટાંકી) સફાઈની કામગીરી દરમિયાન એક શ્રમિક ઝેરી ગેસના કારણે અચાનક બેભાન થઈ ગયો હતો અને જમીન પરથી સીધો નીચે અર્ધ ભરેલી ટેન્કમાં ખાબક્યો હતો. તેને ડૂબતો જોઈ અને બચાવવા માટે ત્યાં હાજર અન્ય બે વ્યક્તિઓ પણ તાત્કાલિક ટેન્કમાં નીચે ઉતર્યા હતા, પરંતુ ઝેરી ગેસની તીવ્ર અસરોના કારણે તેઓ પણ ત્યાં જ બેભાન થઈ ગયા હતા અને સુએજ પાણીની ટેન્કમાં ફસાઈ ગયા હતા. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ પાઇપલાઇનમાં કામ કરતી વખતે ત્રણ જેટલા યુવકો અંદર ખાબક્યા હોવાનો મેસેજ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાઇપલાઇનમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર
https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/un-mehta-hospital-staff-strike-drainage-accident-ahmedabad-138380593.htm

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!