પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રોડ નિર્માણ કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે. રાધનપુર નગરપાલિકાની નગરસેવિકા જયાબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકાના ઉપપ્રમુખના વોર્ડ નંબર 3માં ચાલુ વરસાદ વચ્ચે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે

રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં. 3માં ચાલી રહેલા રોડ નિર્માણના કામને લઈને જાહેર સ્તરે ચર્ચા શરૂ થઈ છે. નગરસેવિકા જયાબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે ચાલુ વરસાદ વચ્ચે પાણી ભરાયેલી સ્થિતિમાં રોડનું કામ કરવામાં આવી રહ્યું છે તેમજ અંદાજે 15 વર્ષના કિશોરો પાસે પણ કામ કરાવી રહ્યા છે

તેમણે જણાવ્યું કે જો સગીર બાળકો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું હોય તો તે ગંભીર બાબત છે અને સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરવી જોઈએ. સાથે જ વરસાદી માહોલમાં રોડનું કામ કરવાની યોગ્યતા અને કામની ગુણવત્તા અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે.

જયાબેન ઠાકોરે જણાવ્યું કે, “આ પ્રકારની કામગીરીથી વિકાસના કામોની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થાય છે. પાલિકા દ્વારા નિયમોનું પાલન થાય અને યોગ્ય દેખરેખ રાખવામાં આવે તે જરૂરી છે.”

જોકે, આક્ષેપોને લઈને રાધનપુર નગરપાલિકા અથવા સંબંધિત કોન્ટ્રાક્ટર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. સમગ્ર મામલે વિપક્ષી નેતા દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆતો કરી તપાસ બાદ બિલ ચૂકવણા ના કરાવા અને એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સુધી રજુઆતો કરવામાં આવશે એમ જણાવેલ પાલિકાના કોઈ પણ જવાબદારની હજુ સુધી આ બાબતને લઇ કોઈ સ્પષ્ટ થઈ નથી

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!