મહાન શિક્ષણવિદ્ અને ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામની પાર્થ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા 42 વિધાર્થીઓએ સ્વયં શિક્ષક બની શિક્ષક દિન ઉજવી ધન્યતા અનુભવી હતી.

શાળાનાં આચાર્ય ધર્મેન્દ્રભાઈ પટેલે શિક્ષક દિવસનું મહત્વ સમજાવી દરેકને અભિનંદન પાઠવ્યાં હતા.

વિધાર્થીઓએ આચાર્ય, ઉપાચાર્ય, સેવક તથા દરેક વિષયનાં શિક્ષકની ભૂમિકા અદા કરી પોતાનામાં રહેલ કલા કૌશલ્ય દ્વારા શાળાનું સંચાલન કરી શિક્ષક દિવસને સફળ બનાવ્યો હતો.

સ્ટાફ મિત્રોએ પણ વિધાર્થીઓ ને માર્ગદર્શન આપી ખૂબ સરસ રીતે તૈયાર કર્યા હતા.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!