સોલાર પાર્કને મોટું નુકસાન – ખેડૂતોના ઊભા પાક ઢળી પડ્યા

ગઈ કાલે તા. 04/09/2025 ના ગુરુવારે સાંજના સમયે પાટણ જિલ્લાના ચારણકા, ધોકાવાડા સહિતના વિસ્તારોમાં અચાનક તોફાની પવન સાથે ગાજવીજવાળો વરસાદ થયો હતો.

ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.

ચારણકા ખાતે આવેલા ગુજરાત સોલાર પાર્કને પણ ભારે નુકસાન થયું છે.

તોફાની પવનના કારણે સોલાર પ્લેટો ઉખડી પડતાં અને સિસ્ટમ તૂટી જતાં નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજે સામે આવ્યું છે.

બીજી તરફ ખેડૂતોને પણ કુદરતી આફતનો માર સહન કરવો પડ્યો છે.

વિસ્તારમાં ઊભેલા બાજરી, ગુવાર અને જુવારના પાક પવનથી ઢળી પડતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, પાક સંપૂર્ણ રીતે બગડી જવાથી આવકના સ્ત્રોત પર પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.

આ ઘટના બાદ તંત્ર દ્વારા સ્થળ પર સર્વેક્ષણ શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવે

ખેડૂતોને વળતર મળે તે માટે તંત્ર તરફથી પગલાં લેવા માંગ ઉઠી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!