પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એરાલ પાસે આવેલા પાણીયા ગામ નજીક આજે 12 સપ્ટેમ્બરે સવારે 8:30 વાગે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બોડેલીથી ગોધરા તરફ આવી રહેલી એસટી બસ અને ડમ્પર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં ડમ્પરચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બસમાં સવાર 15થી વધુ મુસાફર ઈજાગ્રસ્ત થતાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 15થી વધુ ઈજાગ્રસ્ત મુસાફરોને ગોધરા સિવિલ ખસેડાયા ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસ ટીમ અને એસટી વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. તેમણે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ‘પૂરઝડપે આવેલા ડમ્પરચાલકે બસને સામેથી ટક્કર મારી’ એસટી વિભાગના કંડક્ટર નલીનીબેન પંડ્યાએ જણાવ્યું કે, એરાલ પીકઅપ બસ સ્ટેન્ડ પરથી એક-બે પેસેન્જર લીધા બાદ થોડે આગળ જ સામેથી કપચી ભરીને પૂર ઝડપે આવેલા ડમ્પરચાલકે એસટી બસને જોરદાર ટક્કર મારી હતી. એસટી બસના ચાલકે સ્ટેરિંગ પર કાબૂ મેળવી બસને રોડ સાઈડ લેવાનો પ્રયાસ કર્યો હતો.

By Gujrat

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!