ઈડલી-સાંભાર, પાણી, વિશ્રામ સાથે મેડિકલ કેમ્પનું આયોજન; પદયાત્રીઓની સેવા કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

અંબાજી માતાજીના દર્શન માટે પગપાળા નીકળેલા પદયાત્રીઓની સેવા માટે રોટરી ક્લબ ઓફ હિંમતનગર હેરિટેજ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં પદયાત્રીઓ માટે ઈડલી-સાંભાર સહિત નાસ્તો, પીવાનું પાણી અને વિશ્રામની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. લાંબી પદયાત્રા દરમિયાન પદયાત્રીઓને રાહત મળી રહે તે માટે ક્લબના સભ્યો દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
આ ઉપરાંત પદયાત્રીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં જરૂરિયાતમંદ પદયાત્રીઓને આરોગ્યલક્ષી સહાય મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી.
રોટરી ક્લબ ઓફ હિંમતનગર હેરિટેજના સભ્યોએ સેવાભાવથી પદયાત્રીઓની સેવા કરી ‘પદયાત્રીઓની સેવા એ જ માતાજીની સેવા’ નો સંદેશ આપ્યો હતો.
🙏 જય અંબે મા 🙏
The Gujarat Live News બ્યુરો ચીફ નિલેશભાઈ સાબરકાંઠા
