પોરબંદરની 17 વર્ષીય સગીરા પર તેના જ પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ આરોપી પિતા દ્વારા પોતાની પત્નીની સહમતીથી ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન કોર્ટે પીડિતાની માતા અને વકીલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, દીકરીને તમારા જેવી માતા હોય એના કરતા તો ન હોય એ સારું. વકીલને પણ કહ્યું કે, પૈસા માટે કોઈપણ કામ ન કરો. 17 વર્ષીય સગીર દીકરી પર પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
ચાલુ વર્ષે પોરબંદરના મરીન પોલીસ મથકે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેની 17 વર્ષીય સગીર દીકરી ઉપર તેના પતિ (પીડિતાના પિતા)એ દુષ્કર્મ ગુજાર્યું છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી પતિએ પત્નીની સહમતીથી ફરિયાદ રદ કરવા અરજી કરી
આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદી એટલે કે પોતાની પત્નીની સહમતિથી ફરિયાદ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. એટલું જ નહીં મહિલાએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે, ‘આવી કોઈ ઘટના બની જ નથી.’
પરંતુ આ જ સમયે પોલીસે સગીરાના ગર્ભનો DNA રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જે મુજબ સગીરાના ગર્ભના DNA તેના પિતા સાથે મેચ થયા હતા. આમ આવી ઘટના બની છે અને તેનો પિતા જ આરોપી છે, તેવું સાબિત થયું હતું. આ જોઈને જ હાઇકોર્ટ ધૂંઆપૂંઆ થઈ ગઈ હતી. હાઈકોર્ટે ફરિયાદી માતા અને વકીલની ઝાટકણી કાઢી
હાઇકોર્ટે ફરિયાદી મહિલાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા કહ્યું કે, ખરેખરમાં ફરિયાદી મહિલા ઉપર જ પોલીસે ફરિયાદ કરવાની જરૂર છે. સાથે જ એમ પણ કહ્યું હતું કે, ‘તેના જેવી માતા એક દીકરીને મળે તેના કરતાં તેની મા જ ના હોય તે વધારે સારું છે’. વળી અરજદાર વતી અને ફરિયાદી વતી ઉપસ્થિત થયેલા વકીલોની પણ ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ‘ફક્ત પૈસા મેળવવા માટે કોઈપણ કામ કરાય નહીં’. એક વકીલ તરીકે તમારી પણ કેટલીક જવાબદારીઓ હોય છે. આરોપી સામે 16 ગુના નોંધાયેલા હોવાની સરકારી વકીલની રજૂઆત
અરજદાર અને ફરિયાદીના વકીલોએ આ અરજી પરત ખેંચવા માટે ઘણી રજૂઆતો કરી હતી. પરંતુ હાઇકોર્ટ સખત મિજાજ અપનાવતા આ અરજી ફગાવી નાખી હતી. વળી સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી સામે કુલ 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તે ગુજસીટોકમાં પણ આરોપી છે. આખરે ફરિયાદી માતા નીચું મોઢું નાખીને ઝડપથી કોર્ટ રૂમથી બહાર નીકળી ગયા હતા. આ સમાચાર પણ વાંચોઃ
ફરિયાદી માતા અને પીડિતા ફરી ગયા છતા પુરાવાના આધારે સાવકા પિતાને 20 વર્ષની સજા
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકે 43 વર્ષીય આરોપી સામે ચાલુ વર્ષે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એ.બી.ભટ્ટે સરકારી વકીલ કે.જી.જૈનની દલીલો, 07 સાહેદ અને 27 પુરાવા ધ્યાને લઈને આરોપીને આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. ટ્રાયલ દરમિયાન પીડિતા અને તેની માતા બંને પોતાના મૂળ નિવેદનથી ફરી ગયા હતા. માતાએ દાવો કર્યો કે પતિ-પત્ની વચ્ચે ઘરગથ્થુ ઝઘડો અને મારપીટ થતી હતી અને તે બાબતે જ હેલ્પલાઈન બોલાવાઈ હતી. બાળકીએ પણ માત્ર માતા-પિતા વચ્ચેના ઝઘડાની વાત કરી હતી. જો કે, કોર્ટે સાયન્ટિફિક પુરાવાને ધ્યાન પર રાખી સજા ફટકારી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)

By Gujrat

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!