બારમણ એસ.એસ. હેઠળના 8 ગામોના સરપંચો અને ખેડૂતોનો જાફરાબાદ પીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ

છેલ્લા 8 દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો સમયસર ન મળતા અને વારંવાર ટ્રીપીંગની સમસ્યા સર્જાતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે.

ખેડૂતોએ જાફરાબાદ પીજીવીસીએલ કચેરી ખાતે રામધૂન બોલાવી પીજીવીસીએલ હાય હાય ના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ

શામળીયા એ.જી.માં 2 કર્મચારીઓની નિમણૂક

બારમણ એ.જી.માં 2 કર્મચારીઓની નિમણૂક

ચોત્રા જ્યોતિગ્રામમાં વારંવાર થતી ટ્રીપીંગની સમસ્યાનું નિરાકરણ

નાઈટ ડ્યુટી માટે 2 કર્મચારીઓની નિમણૂક

જાફરાબાદ પીજીવીસીએલમાં ખાલી પડેલી નાયબ ઈજનેરની જગ્યાએ અનુભવી અધિકારીની નિમણૂક

જાફરાબાદમાં નવું સબ-ડિવિઝન તાત્કાલિક શરૂ કરવામાં આવે

મોટા બારમણ, નાના બારમણ, ચોત્રા, ખાલસા કંથારીયા, કોળી કંથારીયા, નાગેશ્રી, મીઠાપુર અને બાલાનીવાવ સહિતના ગામોના ખેડૂતોની માંગ

10 દિવસમાં માંગણીઓનો ઉકેલ નહીં આવે અને સમસ્યા નહીં ઉકેલાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

The Gujarat Live News રિપોર્ટર જે.પી.પરમાર જાફરાબાદ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!