ટ્રેક્ટર રસ્તા પર પલટી ગયું, ટ્રકના બમ્પરને નુકસાન; સદનસીબે બંને ચાલકોનો બચાવ
![]()
રાધનપુર નજીક બંધવડ કેનાલ ચોકડી પર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે આશરે પાંચ વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું, જ્યારે ટ્રકના આગળના ભાગને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે બંને વાહનોના ચાલકોનો બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેમદાબાદ ગામના રહેવાસી ઠાકોર અમરતભાઈ વાહજીભાઈ રાધનપુરથી જૂનું ટ્રેક્ટર ખરીદીને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બંધવડ કેનાલ ચોકડી પાસે સામેથી આવી રહેલી ટ્રક સાથે તેમના ટ્રેક્ટરની ટક્કર થઈ હતી. ટ્રક રાધનપુરના ઘાંચી ઈકબાલભાઈ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્મતમાં ટ્રેક્ટર રસ્તા પર પલટી જતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રકના આગળના બમ્પરને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે ચોકડી પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો.
રાહતની વાત એ છે કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને બંને વાહનચાલકોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. હાઈવે પરના આ અકસ્માતને પગલે વાહનચાલકોમાં પણ સાવચેતી રાખવાની જરૂરિયાત સામે આવી છે.
The Gujarat Live News અહેવાલ કિરણ કે રાવળ રાધનપુર

