સીનાડ ગામ નજીક નેશનલ હાઇવે-27 પર સર્જાઈ દુર્ઘટના; એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ધારપુર મેડિકલ કોલેજ ખસેડાયો
![]()
![]()
![]()
રાધનપુર–થરા હાઇવે પર સીનાડ ગામ નજીક નેશનલ હાઇવે-27 પર ટ્રેલર અને વૃક્ષોને પાણી છાંટતા ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ટ્રેલરે ટેન્કરને પાછળથી જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
અકસ્મતની જાણ થતાં જ રાધનપુર પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને 112ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાધનપુરથી ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ, અકસ્માતની જાણ થતાં નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કામગીરી હાથ ધરી હતી. અકસ્માતને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાને પગલે પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને ઘટનાને લગતી અન્ય વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

