પાટણ જિલ્લાના વારાહી પાસે આવેલ નળિયા ગામમાં અગાઉ પડેલ વરસાદના કારણે અતિશય પાણી આવેલ હતું
જેમાં તારીખ:09-09-2025 ના રોજ ગામના આઠ યુવાન પાણીમાં નાહવા પડતા અચાનક ડૂબવા લાગ્યા હતા તેમાંથી ત્રણ યુવાનો બહાર નીકળી ગયા હતા અને અન્ય પાંચ યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેમાં બે યુવાનના મૃતદેહ મળી આવ્યા હતા અને હજુ પણ ત્રણ યુવાન ગુમ હોવાની આશંકા છે જ્યારે બે યુવાનમાં ચૌધરી પ્રવીણભાઈ ઉંમર વર્ષ 35 અને નાઈ જલારામ ભાઈ જયંતીભાઈ ઉંમર વર્ષ 25 ને વારાહી સરકારી હોસ્પિટલ ખાતે લાવી પીએમ કરી મૃતદેહ વાલી વારસો ને સોંપવામાં આવ્યો હતો અને અન્ય યુવાનની શોધખોળ ચાલુ છે જ્યારે આ સમાચાર વાયુ વેગે ફેલાતા સરકારી હોસ્પિટલ માં લોકોના ટોળા ઉલટી પડ્યા હતા ચૌધરી પ્રવીણભાઈ ને સંતાનમાં બે બાળકો છે જ્યારે જલારામ ભાઈ ના લગ્ન અગાઉ થોડા મહિના પહેલાં થયેલ છે અને જલારામ ભાઈ તેમના પિતાના એક જ પુત્ર હતા અને પ્રવીણભાઈ પણ તેમના પિતાના એક જ હતા પ્રવીણભાઈના ભાઈનું અગાઉ મરણ થયેલ હોય તેમના ઘરની સંપૂર્ણ જવાબદારી પ્રવીણભાઈ ઉપર જ હતી તેથી તેમના પરિવાર ઉપર મોટી આફત આવી પડી હતી
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

