જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ ૧૧૮ ગામ પૈકી ૭૬ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત

રાધનપુર-સાંતલપુરના બાકીના ૪૨ ગામોમાં વીજળી પુન:સ્થાપિત કરવાની કામગીરી પુરજોશમાં

પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગામો ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા હતા. જેમાં રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ૭૬ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે જ્યારે બાકીના ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

પાટણ જિલ્લામાં સાંતલપુર અને રાધનપુરમાં ભારે વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જે અંતર્ગત પાટણ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ રાધનપુર અને સાંતલપુર ૧૧૮ ગામો પૈકી ૭૬ ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે જ્યારે બાકીના ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!