આજે 10-09-25 ભાદરવા વદ ચોથ ને બુધવાર હોવાથી વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના દર્શન કરી આનંદ અનુભવતા હોય છે.
કળિયુગના જીવંત દેવ મનાતા સિંદૂરીયા ડાભી સુંઢાળા આ દાદાનું મંદિર 1200 વર્ષ જૂનું હોવાનું મનાય છે.

આવનાર દાદાના ભક્તો માટે શ્રી ગણપતિ મંદિર સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે સેવકો અને કારોબારીઓ મળી ખુબ સારી રીતે ભક્તોને સેવા પુરી પાડી રહ્યા છે.
ચોથના આ દિવસે ભક્તોની સેવા હેતુ ચા – પાણી અને ઉપવાસીઓ માટે ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા કાયમ સંસ્થા તરફથી હોય છે.
દાતાઓ પણ ઉદાર હાથે સહયોગ આપી રહ્યા છે.
The Gujarat Live News
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970

