પાટણ જિલ્લામાં આવેલ ગોખાતર ગામને જોડતો મુખ્ય પુલ, જે વર્ષ 2018માં નવનિર્માણ થયો હતો, આજે માત્ર થોડા વર્ષોમાં જ ભયજનક સ્થિતિમાં પહોંચી ગયો છે.
આ પુલ ગ્રામજનો માટે આવનજાવનનો મુખ્ય માર્ગ છે, પરંતુ હાલમાં પુલમાં મોટા ગાબડા પડી ગયા છે અને પુલની સપાટી તૂટી જતાં અકસ્માતની આશંકા વધતી જાય છે.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હતો.
ગુણવત્તાહીન કામના કારણે પુલ થોડા સમયમાં જ તૂટી પડવાના કગાર પર પહોંચી ગયો છે.
વરસાદની અસરથી પુલની દીવાલો નબળી પડી ગઈ છે, જેને કારણે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
ગામલોકોએ તંત્રને પુલની તાત્કાલિક મરામત કરવા માંગણી કરી છે.
તેઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આ પુલ કોઈ મોટી જાનહાનીનું કારણ બની શકે છે.
હવે સૌની નજર તંત્રના પગલાં પર છે કે આ પુલ બચાવવામાં આવશે કે ફરી એકવાર સરકારી ખર્ચ પાણીમાં વહેતો જશે.
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુ
