‘અમને કંઈ આપે કે ના આપે. અમારા ભાઈ દેશના વડાપ્રધાન છે તેનું અમને ખૂબ ખૂબ ગૌરવ છે. અમને લઈ લેવાની કોઈ આશા નથી. બાકી નરેન્દ્રભાઇ આગળ વધે એ જ અમારૂં સપનું છે. કુદરત એમને આનાથી પણ આગળ લઈ જાય. માતાજી એમને શક્તિ આપે. બીજી અમને કોઈ અપેક્ષા નથી. બીજા નેતાઓ જે કરતાં હોય એ અમારે કરવાનું? ભાઈ પાસે માગવાનું? અમારા છોકરાઓ અમે ભણાવીએ છીએ. અમે અમારી મહેનત અને મજૂરી કરીને આગળ આવવા માગીએ છીએ’, આ ખુમારીભર્યા શબ્દો છે PM નરેન્દ્રભાઈ મોદીના પિતરાઈ ભાઈ ભરતભાઈ મોદીના…. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે. આમ તો PM મોદી વિશે ખૂબ લખાઈ ચૂક્યું છે. લોકો તેમના વિશે ઘણું જાણે છે. દામોદરદાસ અને હીરાબાના દીકરા નરેન્દ્રભાઈ અને તેમના પાંચ ભાઈ-બહેન તથા પરિવાર અંગે મોટાભાગના લોકોને ખબર છે પણ શું તમને ખબર છે કે તેમના પિતરાઈ ભાઈઓ સામાન્ય જિંદગી જીવી રહ્યા છે? કોઈક વડનગરમાં લારી ચલાવે છે તો કોઈક અમદાવાદમાં પિપરમિન્ટની નાનકડી દુકાન ચલાવે છે તો કોઈક વળી પાંજરાપોળમાં સામાન્ય નોકરી કરે છે તો કોઈક દરજીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તો એક ભાઈ-ભાભી વૃદ્ધાશ્રમમાં જિંદગી ગાળી રહ્યા છે. PM મોદીના 75મા બર્થ-ડે પર દિવ્ય ભાસ્કરે PM મોદીના પરિવારજનોને મળીને તેમનો ચિતાર જાણ્યો હતો. સામાન્ય રીતે કોઈ સરપંચ કે ધારાસભ્ય બને તો પણ તેના દૂર-દૂરના સગાસંબંધીઓ જાહોજલાલીમાં આળોટતા જોવા મળે છે. નેતાઓ પહેલા પોતાના પરિવારની ગોઠવણ કરે છે. જોકે આ બાબતે PM મોદીનું વલણ તદ્દન જુદું છે. જે વાત તેમના પરિવારજનોની રહેણીકરણીથી જ ખબર પડે છે. પહેલા ગુજરાતના CM અને હવે ત્રણ ટર્મથી દેશના વડાપ્રધાન પદે હોવા છતાં નરેન્દ્ર મોદીના પરિવારજનોના જીવનમાં સહેજ પણ ફરક આવ્યો નથી અને ખુમારીભર્યું જીવન જીવી રહ્યા છે. દિવ્ય ભાસ્કરને પીએમ મોદીના મિત્રએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બન્યા બાદ જ્યારે અમે પહેલીવાર મળ્યા ત્યારે મોદીએ અમને સ્પષ્ટ કહ્યું હતું કે ‘તમે લોકો કે જાહેર હિતના કામ લઈને આવજો પણ પર્સનલ કામ લઈને મારી પાસે ન આવતા.’ આ હકીકત મોદીના પરિવારજનોને જોઈને એટલી જ સાચી હોય એમ લાગે છે. નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસભાઈ મોદીને પાંચ નાના ભાઈઓ હતા. નરેન્દ્ર મોદીના દાદા મૂળચંદદાસનો હાલ કુલ 40થી વધુ લોકોનો પરિવાર છે. અમે વડનગરમાં સૌ પ્રથમ નરેન્દ્ર મોદીના સૌથી મોટા કાકા નરસિંહદાસ મોદીના પરિવારજનોને મળ્યા. જેમને કુલ 8 પુત્ર-પુત્રી છે, જેમાંથી ત્રીજા નંબરના પુત્ર ભરતભાઈ મોદી વડનગરના બજારમાં બે માળના એક કોમ્પલેક્સમાં 15 ફૂટ બાય 9 ફૂટની કરિયાણાની સામાન્ય દુકાન ચલાવે છે. અમે જ્યારે તેમની દુકાન પર પહોંચ્યા ત્યારે તે દુકાનની અંદર નીચે બેસીને ઘરેથી આવેલા ટિફિનમાંથી બપોરનું ભોજન જમી રહ્યા હતા. અમને બેસાડીને આવકાર આપ્યો અને પછી વાતની શરૂઆત કરી. ખર્ચા પાણી નીકળી જાય છે
વાતની શરૂઆતમાં ભરતભાઈ મોદીએ કહ્યું, ‘હું પહેલા વડનગર હાઇવે પર પેટ્રોલપંપમાં નોકરી કરતો હતો. મેં ત્યાં 8 વર્ષ નોકરી કરી. 10 હજાર પગાર મળતો હતો. એ પછી બિસ્કીટની લારી કાઢી. ત્યાર બાદ નાની મોટી દુકાનમાં સિઝનેબલ ધંધા પણ કર્યો છે. એ પછી 3 વરસથી આ કરિયાણાની દુકાન કરી છે. આ દુકાન ભાડાની છે. 6 હજાર રૂપિયા ભાડું છે. એમાંથી રોજીરોટી મળી રહે છે. આમાંથી માણસોને પગાર આપતા ખર્ચા પાણી નીકળી જાય છે.’ જાત મહેનત પર આગળ આવવું છે
ભરતભાઈ મોદી વધુમાં કહ્યું, ‘અમારા ભાઈ દેશના વડાપ્રધાન છે તેનું અમને ખૂબ ખૂબ ગૌરવ છે. અમને લઈ લેવાની કોઈ આશા નથી. બાકી નરેન્દ્રભાઇ આગળ વધે એ જ અમારૂં સપનું છે. અમારા છોકરાઓ અમે ભણાવીએ છીએ. અમે અમારી મહેનત અને મજૂરી પર આગળ આવવા માગીએ છીએ.’ નરેન્દ્રભાઈ અમને ઠપકો આપતા
તેમણે આગળ કહ્યું, ‘અમે આધ્યાત્મિક જીવન જીવ્યા છીએ. નાનપણમાં અમે ખરાબ લાઇન ઉપર જતા હોઈએ તો અમને સુધારવાના નરેન્દ્રભાઈના પ્રયત્નો અમારા પર રહેલા છે. અમને ઠપકો પણ આપતાં. એ જ્યાં સુધી વડનગરમાં હતા ત્યાં સુધી સલાહ-સૂચન આપતા કે ભણો અને આગળ વધો. કહેતા કે ભણશો તો આગળ વધશો નહીંતર મજૂરી કરવી પડશે. એમની વાત ન માની તો આજે મજૂરી કરીએ છીએ.’ અહીં વડનગર આવે ત્યારે જ દર્શન કરીએ છીએ, દિલ્હી તો જોયું પણ નથી
નરેન્દ્રભાઈ મોદીને ક્યારે મળવાનું થાય છે? જેના જવાબમાં ભરતભાઈ મોદીએ કહ્યું, ‘કોઈ સરકારી પ્રોગ્રામ હોય ત્યારે જ અમે મળીએ. બાકી અમે સ્પેશિયલ ક્યારેય જતા નથી. દિલ્હી તો જોયું જ નથી કે કઈ બાજુ આવ્યું. કોઈ જગ્યાએ (એમને મળવા) અમે જતાં નથી. ખાલી સરકારી પ્રોગ્રામ હોય અને અહીંયા આવે તો અમે એમના દર્શન કરીને આશીર્વાદ લેવા માટે જઈએ. એ જ અમારા માટે મોટી વાત છે. સ્પેશિયલ ક્યારે જતા નથી પણ સામાન્ય લોકોની સાથે જ તેમના દર્શન કરીએ છીએ. મારે સંતાનમાં એક દીકરો છે જે અમદાવાદના નરોડામાં રહે છે અને પ્રાઈવેટ જોબ કરે છે.’ લોહીનો સંબંધ છે એટલે ઓળખી તો જાય જ ને!
આટલા બધા લોકોની વચ્ચે નરેન્દ્રભાઈ તમને ઓળખી જાય? તેના જવાબમાં જરાક મોઢું મલકાઈને ભરતભાઈ મોદીએ કહ્યું, ‘લોહીનો સબંધ છે એટલે એ ઓળખાવાના જ ને. કોઈ વાત ન થાય પણ અમારો ભાઈ છે એટલે કેમ છો ભઈલા એમ કહીને બોલાવીએ. એટલો તો અમારો હક છે કહેવાનો.’ માતાજીની શક્તિ એમની સાથે છે
ભરતભાઇ મોદી નરેન્દ્ર મોદીના બર્થ-ડે ને પગલે ઉત્સાહી જણાતા હતા. તેમણે PM મોદીને અભિનંદન પાઠવતા કહ્યું, ‘મારા ભાઈ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 75મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દેશની વધુ પ્રગતિ કરે. તેઓ દેશને વિશ્વગુરુ બનાવવા જઇ રહ્યા છે એ બનાવીને જ જંપશે. માતાજીની શક્તિ એમની સાથે છે. એ સાચા, ઈમાનદાર, નિષ્ઠાવાન માણસ છે, જેથી એમનું સપનું પૂરું થવાનું જ છે. એ ભારત દેશને વિશ્વગુરુ બનાવીને જ રહેશે. જ્યાં સુધી નરેન્દ્રભાઇ છે, ત્યાં સુધી ભારત દેશને કોઈ આંચ આવશે નહીં.’ ત્યાર બાદ અમે વડનગરમાં જ રહેતા નરેન્દ્ર મોદીના કાકાના બીજા દીકરા અશોકભાઈ મોદીને મળ્યા. વડનગરની જૂની બજારમાં માંડ એક વ્યક્તિ બેસી શકે અને થોડો સામાન સમાય શકે એવડી 5 ફૂટ બાય 2.5 ફૂટની દુકાન ધરાવતા અશોકભાઈની ખુમારીભરી વાત સાંભળીને તેમના પર માન થઈ આવશે. અશોકભાઈ સિઝનેબલ વસ્તુઓની દુકાનની સાથે મેળાની સિઝન હોય ત્યારે લારી પણ ચલાવે છે. એટલું જ નહીં ઘરનું ગુજરાન ચલાવવા માટે ખીચડીઘરમાં પણ પાર્ટ ટાઈમ કામ કરે છે. મોટાબાપા દામોદરદાસભાઈએ મને કીટલી સોંપી
અશોકભાઈ મોદીએ કહ્યું, ‘મારો જન્મ વડનગરમાં જ થયો છે. હું દસ ધોરણ ભણ્યો છું. પહેલા દરબાર સ્કૂલ બાદમાં વિવિધલક્ષી વિદ્યાલયમાં ભણ્યો. નરેન્દ્રભાઇ 1967માં ઘરેથી નીકળી ગયા હતા. ત્યારે હું બે વર્ષનો હતો. ભણ્યા પછી વર્ષ 1975થી 1988 સુધી નરેન્દ્રભાઈના પિતા એટલે કે મારા મોટાબાપા દામોદરદાસની રેલવે સ્ટેશનની કિટલી હું ચલાવતો હતો. એમના બધા દીકરા પોતાના ધંધા અર્થે નીકળી ગયા હતા. નરેન્દ્રભાઇ દેશ માટે નીકળી ગયા હતા. એમને કીટલી ચલાવનાર કોઈ હતું નહીં એટલે મને સોંપી હતી. એ પછી મોટાબાપા દામોદરદાસ અને પિતા નરસિંહદાસ બંને એક્સપાયર થઈ ગયા. 1988માં રેલવે બંધ થઈ પછી મેં પણ કીટલી છોડી દીધી હતી.’ મહિને 5-7 હજાર કમાવ છું
અશોકભાઈ મોદીએ વધુમાં કહ્યું, ‘એ પછી આઠેક વર્ષ મેં ચંપલની લારી કરી. ત્યાર બાદ આઠેક વર્ષ બિસ્કિટની લારી કરી. હવે બજારમાં આ નાની દુકાન ચલાવું છું, જેમાંથી મહિને 5-7 હજાર રૂપિયા મળી જાય છે. ઉપરાંત પરચુરણ કામ પણ કરું છું. હાટકેશ્વર મંદિર અને આજુબાજુ શ્રાવણ મહિનાના મેળામાં ચેવડો, લુકતી, વગેરે વસ્તુની લારી કાઢું છું. મેળો હોય ત્યારે રોજના 500-1000 રૂપિયા મળી જાય છે.’ નરેન્દ્રભાઈને ક્યારેય જોયા નથી
અશોકભાઈ મોદીએ કહ્યું, ‘મેં નરેન્દ્રભાઈને ક્યારેય નથી જોયા. એ મને ઓળખે છે કે નહીં ખબર નથી. આજદિન સુધી એમને હું ક્યારેય નથી મળ્યો. મારે સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. દીકરો સુજલ મોદી અમદાવાદ બેંકમાં પટાવાળાની ટેમ્પરરી નોકરી કરે છે. એક દીકરી ઝલક મોદી અમદાવાદમાં પ્રાઈવેટ જોબ કરે છે. જ્યારે એક દીકરી અવની મોદી 12મા ધોરણમાં ભણે છે.’ અશોકભાઈ મોદીએ વધુમાં કહ્યું, ‘મારા ભાઈ નરેન્દ્રભાઈ પર અમને ગર્વ છે. ગુજરાત રાજ્ય અને વડનગરને ગર્વ છે. આખા કુટુંબને ગર્વ છે. અમને પોતાને પણ ગર્વ જ હોય ને. લેવાનું તો કંઈ છે નહીં. ગર્વ છે કે આપણાં ભાઈ આટલા ઊંચા છે. તમે પણ આવ્યા તો એમના હિસાબે જ આવ્યા ને? નહીંતર અહીંયા કયા આવવાના હતા તમે? PM મોદીના સૌથી મોટા કાકા નરસિંહદાસભાઈ મોદીના જ બીજા નંબર પુત્ર અરવિંદભાઈ મોદી પત્ની રમીલાબેન સાથે મહેસાણા વૃદ્ધાશ્રમમાં રહે છે. દિવ્ય ભાસ્કરે તેમની મુલાકાત લઈને વાતચીત કરી હતી. અરવિંદભાઈ મોદીએ કહ્યું, ‘મારી પત્નીની તબિયત અનુકૂળ નથી રહેતી અને અમારે કોઈ સંતાન નથી એટલે પછી અમે અહીં વૃદ્ધાશ્રમમાં રહેવા આવી ગયા છીએ. અમે બધા શાંતિથી જીવીએ છીએ. અમને એવુ કંઈ નથી કે વડાપ્રધાનના ભાઈ છીએ એટલે આપણે આમ કરવું તેમ કરવું.’ વડનગરમાં જૂના કોથળા વેચીને ગુજરાન ચલાવતો
બાળપણને યાદ કરતાં અરવિંદભાઈ મોદીએ કહ્યું, ‘હું અને નરેન્દ્રભાઈ બંને એક જ સ્કૂલમાં ભણતા. તેઓ મારા કરતાં બે વર્ષ આગળ હતા. નરેન્દ્રભાઈ ભણવામાં હોશિયાર હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેતા હતા. સ્કૂલના રજત જયંતી મહોત્સવમાં તેમણે નાટકમાં ‘જોગીદાસ ખુમાણ’નું પાત્ર ભજવ્યું હતું. બાળપણમાં હું અને નરેન્દ્રભાઈ સાથે ચાની હોટેલમાં કામ કરતા હતા. મેં ધોરણ 11 સુધીનો અભ્યાસ કર્યો હતો. ભણવાનું છોડી દીધા પછી હું અમદાવાદ મિલમાં નોકરી કરવા ગયો હતો પણ મિલો બંધ થવા લાગી અને મને અમદાવાદ અનુકૂળ ન લાગતા હું પાછો વડનગર આવી ગયો હતો. મેં મિલમાં બે વર્ષ હંગામી ધોરણે કામ કર્યું. પછી મેં વડનગરમાં કોથળા એકઠા કરી વેચવાનું કામ શરૂ કર્યું હતું. છેલ્લાં ત્રણ વર્ષથી અહીં રહેવા આવી ગયો છું.’ નરેન્દ્રભાઈ હોસ્પિટલનું ઉદઘાટન કરવા આવ્યા ત્યારે દૂરથી જોયા હતા
નરેન્દ્રભાઈ મોદી સાથેની મુલાકાત અંગે પૂછતાં તેમણે કહ્યું, ‘નરેન્દ્રભાઈ વડનગરમાં હોસ્પિટલનું ઉદઘાટન કરવા આવ્યા હતા ત્યારે મેં તેમને છેલ્લે દૂરથી જોયા હતા. PM નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસના અભિનંદન પાઠવતા અરવિંદભાઈએ જણાવ્યું કે તેઓ દેશને આનાથી આગળ લઈ જાય તેવી શુભેચ્છા. નરેન્દ્રભાઈ મોદીના સૌથી મોટા કાકા નરસિંહદાસભાઈ મોદીના સૌથી મોટા દીકરા ભોગીલાલભાઈ હાલ અમદાવાદમાં ઠક્કરબાપાનગરમાં પત્ની સાથે રહે છે અને પરચૂરણ વસ્તુુંની દુકાન ચલાવે છે. દિવ્ય ભાસ્કરે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પિપરમેન્ટની પરચૂરણ દુકાનથી ગુજરાન ચલાવું છું
ભોગીલાલભાઈ મોદીએ કહ્યું, વડનગરની કુમારશાળા નંબર-1માં હું અને નરેન્દ્રભાઈ ધોરણ-8 સુધી સાથે ભણતા હતા. ત્યાર બાદ હું 1973માં અમદાવાદમાં મીલમાં નોકરીએ લાગ્યો હતો. 1995માં મીલ બંધ થતાં છૂટો થઈ ગયો હતો. એ વખતે 2 હજાર રૂપિયા પગાર હતો. ત્યાર બાદ મેં અમદાવાદમાં લારી ચલાવી હતી. હાલ ઠક્કરબાપાનગરમાં ઘરે જ પિપરમેન્ટ અને બિસ્કીટ પરચૂરણની નાની દુકાન ચલાવું છું. બંને દીકરીઓના લગ્ન થઈ ગયા છે. બે વાર જ નરેન્દ્રભાઈને મળ્યો છું
ભોગીલાલભાઈએ વધુમાં કહ્યું, નરેન્દ્રભાઈ મોદીને અત્યાર સુધીમાં બે વખત જ મળ્યો છું. એક વખત તેઓ સીએમ હતા અને હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે ખબરઅંતર પૂછવા ગયો હતો. ત્યાર બાદ એક વખત ગાંધીનગરમાં તેમના સૌથી નાનાભાઈ પંકજભાઈ મોદીના ઘરે તેમને મળ્યો હતો. નરેન્દ્રભાઈના કાકા નરસિંહદાસભાઈ મોદીના સૌથી નાના દીકરા ચંદ્રકાંતભાઈ અમદાવાદના વસ્ત્રાલમાં દીકરા સાથે રહે છે અને પાંજરાપોળમાં સામાન્ય નોકરી કરે છે. નરેન્દ્ર મોદીના અન્ય કાકાના દીકરાઓ શું કરે છે? નરેન્દ્ર મોદીના ભાઈઓ અને ભાઈઓના સંતાનો શું કરે છે?
હિરાબા અને દામોદરદાસ મોદીને પાંચ પુત્રી અને એક પુત્રી છે. જેમાં નરેન્દ્ર મોદી ત્રીજા નંબર છે. નરેન્દ્ર મોદી જન્મ્યા ત્યારે ઘરમાં પંખો પણ નહોતો. તે સમયે તેમના પિતાને અનાજ દળવાની ઘંટી હતી, પાછળથી તેમણે રેલ્વે સ્ટેશન પર ચાની લારી ખોલી હતી. સામાન્ય કુટુંબ હોવા છતાં ઘરમાં બધાં જ ભાઈ-બહેનો સુશિક્ષિત છે. મોદી જ્ઞાતિનો ઇતિહાસ
વડનગરના મોદી જ્ઞાતિના જ એક વરીષ્ઠ આગેવાન પાસે ઈતિહાસ જાણ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં અમારા મોદીના બધા અલગ અલગ ગોળ છે. પાટણના મોદી એટલે પાટણવાળા ગોળ, ડીસાના મોદી એટલે ડિસાનો ગોળ, બનાસકાંઠાના મોદી ધણધાર ગોળ, કોઠા (કાંઠા) સમાજ ગોળ (સિદ્ધપુર, મહેસાણા, વિસનગર, સાબરકાંઠામાં છે એટલે કાંઠા સમાજ), પટણી સમાજ, ધીણોજ- ચાણસ્મા સમાજ, અમદાવાદમાં ધાણીખેડા મોદી- ચાંપાનેરી મોદી, દાહોદ, ગોધરા, નવસારી, વલસાડ, સુરત, બરોડા, ભરૂચમાં પણ મોદી છે. બધા અલગ અલગ પ્રકારના ગોળ છે. તેમણે આગળ કહ્યું, અમારો અને નરેન્દ્ર મોદીનો એક જ ગોળ આવે. એમાં દરેકના ગોત્ર જુદા હોય. જેમ કે એ પખાવાલા છે. કોઈ રાઠોડ, સોલંકી હોય. એ રીતે પેટા જ્ઞાતિઓ પણ છે. પખાવાલા એટલે સદીઓ પહેલા અખો અને પખો બે ભાઈઓ હતા. એમાંથી પખાનો વસ્તાર એટલે પખાવાલા કહેવાયા. પહેલા હિન્દુ ઘાંચી કહેવાતા
મણે વધુમાં કહ્યું, અમારા ગોળના મોટાભાગના બધા બસોથી વધુ વર્ષ પહેલા રાજસ્થાનના જુદા જુદા વિસ્તારોમાંથી માઈગ્રેટ થઈને આવ્યા છે એવું અમારા વડીલો કહેતા હતા. કોઈ કારણોસર માઈગ્રેટ થઈને ગુજરાત આવ્યા. અહી આવીને જુદા જુદા ગામડાઓમાં સ્થિર થયા. પરચૂરણ ધંધા સાથે સંકળાયા. કોઈએ તેલની ઘાણીનો ધંધો પણ કર્યો એટલે તૈલી ઘાંચી કહેવાયા. મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતા એ અમારા કુળદેવી છે. અમે મોઢ મોદી કહેવાઈએ. અમે પહેલા હિન્દુ ઘાંચી કહેવાતા. બાદમાં મોદીખાનું વેચવાનું શરૂ કર્યું એટલે મોદી કહેવાયા. ગામડામાં પરચૂરણની દુકાન હોય એને મોદી ખાનું કહેવાય. પહેલા ઘરડા એમ કહેતા કે ‘જા, મોદીખાનામાંથી તુવેરની દાળ લેતો આવ. લોટ લઈ આવ.’ મોદીખાનું એટલે કરિયાણાની દુકાન જેવુ. જ્યાં ઘર વપરાશ- રસોડાની બધી વસ્તુઓ મળે. એ પરથી મોદી અટક પડી. તેલની ઘાણીનો ધંધો કરતાં એટલે તૈલી કહેવાયા. તેમણે કહ્યું, મોદીઓએ રાજસ્થાનથી આવીને તેલ, કરિયાણું, પરચૂરણ ઉપરાંત ધીરધાર- શરાફી- શાહુકાર ધંધો પણ કર્યો. અત્યારે બક્ષીપંચમાં કહેવાય છે. કારણ કે અમારી પાસે કોઈ મોટા ઉદ્યોગ કે નોકરીયાત કે ભણેલો વર્ગ નહતો. નાના પરચૂરણ ધંધા-મજૂરી સાથે સંકળાયેલો વર્ગ હતો. એના કારણે જેતે સમયે બક્ષીપંચમાં સમાવેશ કર્યો. આજની તારીખે હવે મોદી સમાજ મુખ્યત્વે વેપાર-ધંધા સાથે સંકળાયેલો છે.