અદાણી ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા રોજગાર વાંચ્છુ ઉમેદવારોની સ્થળ પર પસંદગી કરવામાં આવશે
પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગીક્ષેત્રના નોકરીદાતા (ADANI GROUP OF COMPANIES) દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે તા. ૧૮/૦૯/૨૦૨૫ (ગુરૂવાર)ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યુનિવસિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, પ્રથમ માળ, સુવિધા ભવન, એચ.એન.જી. યુનિવસિટી કેમ્પસ, પાટણ જિ.પાટણ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા કરવામા આવેલ છે.
ધોરણ -૧૦પાસ , ૧૨ પાસ, આઇ.ટી.આઇ.( ANY ટ્રેડ ). ડિપ્લોમા( ANY ટ્રેડ ), ગ્રેજુયુએશન (ANY) લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો આ રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૦ ની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ ADANI GROUP OF COMPANIES (PORTS, SOLAR, WIND, BUILD CAST) હાજર રહી તેમની ખાલી જગ્યાઓ
ઓપરેટર, ટેકનિશીન, તેમજ અન્ય પોસ્ટ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે.
પગાર ધોરણ ૧૨૫૦૦ થી ૨૩૫૦૦ ( કંપની ના જોબ પ્રોફાઇલ આધારીત પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે.) કામ કરવાનું સ્થળ મુન્દ્રા, જીલ્લો કચ્છ, ભુજ રહેશે.
આ રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તમામ નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ ૩ થી ૪ નકલ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. આ રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે. વધુ માહિતી માટે વેબસાઈટ www.anubandham.gujarat.gov.in પર મેળવી શકે છે એવું રોજગાર અધિકારી પાટણ ની અખબારી યાદીમાં જણાવ્યું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
