પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, શ્રી વી.કે.નાથી સાહેબ, પાટણનાઓએ પાટણ જિલ્લામાંથી પ્રોહીબીશનની ગે.કા. પ્રવૃત્તિ દુર કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી.પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સિધ્ધપુર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, ટાટા કંપનીનું મોટું ટેન્કર નંબર-RJ.19.GF.5464 માં ટેન્કરના ખાનામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદામાલ ભરી તેનો ચાલક ગે.કા. રીતે હેરાફેરી કરી રહેલ છે અને જે ટેન્કર સિધ્ધપુર થઈ આગળ ઉંઝા, મહેસાણા થઈ કડી તરફ જનાર છે જે હકીકત આધારે પાલનપુર-સિધ્ધપુર હાઇવે ઉપર ધારેવાડા ચેક પોસ્ટથી આગળ સિધ્ધપુર તરફ ભારત પેટ્રોલપંપની સામે હાઇવે રોડ ઉપર નાકાબંધી દરમ્યાન હકીકતવાળુ ટેન્કર આવતાં જેને અટકાવી ટેન્કર ચાલક તેજારામ ઘમંડારામ અણદારામ જાતે જાટ (થોરી) ઉં.વ.આ.૨૫ રહે.થોરીઓ કી ઢાણી, ધનેકાતલા તા.જિ.બાડમેર (રાજસ્થાન) વાળાને પકડી સાથે રાખી ટેન્કરની ઝડતી તપાસ કરતા ટેન્કરમાં પાંચ ખાના આવેલ હોય જે ખાનામાં તપાસ કરતા પ્રથમ, બીજુ, ચોથું અને પાંચમું ખાનું ખાલી છે અને વચ્ચેના ત્રીજા ખાનામાં ભારતીય
વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓનો જથ્થો ભરેલ હોય જે રાજસ્થાન રાજયમાં ઉત્પાદિત અને વેચાણ માટે બનેલ ભારતીય બનાવટનો વિદેશીદારૂ હોય જે દારૂ ગુજરાત રાજયમાં પોતાના આર્થિક ફાયદા સારૂ વેચાણ અર્થે હેરાફેરી કરતાં ટાટા કંપનીના ટેન્કરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ/ટીન નંગ- ૨,૬૩૪ કિ.રૂ.૬,૪૨,૯૧૦/-તથા ટાટા કંપનીનું ટેન્કર નંબર-RJ.19.GF.5464 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/-તથા જી.પી.એસ.નંગ-૧ કિં.રૂ.૫૦૦/- તથા ફાસ્ટ ટેગ કાર્ડ નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦ તથા ટેન્કરના સાધનીક કાગળો કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૬,૪૮,૪૧૦/-ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ સિધ્ધપુર પો.સ્ટે સુપ્રત કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) તેજારામ ઘમંડારામ અણદારામ જાતે.જાટ (થોરી) રહે.થોરીઓ કી ઢાણી, ધનેકાતલા તા.જિ.બાડમેર (રાજસ્થાન)
પકડવાના બાકી આરોપીઓની વિગત:-
(૧) લક્ષ્મણારામ જુજારામ મુંડણ (જાટ) રહે.સરનું તા.શીણધરી જિ.બાડમેર (રાજસ્થાન)
(ર) ટેન્કર માલીક ચુનારામ બાબુલાલ જાટ રહે.સરનું તા.શીણધરી જિ.બાડમેર (રાજસ્થાન)
(૩) વિદેશી દારૂ કડી ખાતે મંગાવનાર ઇસમ નામ-સરનામું જણાવેલ નથી
કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ- ૨,૬૩૪ કિ.રૂ.૬,૪૨, ૯૧૦/-
(૨) ટાટા કંપનીનું ટેન્કર નંબર-RJ.19.GF.5464 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/-
(૩) જી.પી.એસ.નંગ-૧ કિં.રૂ.૫૦૦/-
(૪) મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-
મળી કુલ કિં.રૂ.૧૬,૪૮,૪૧૦/- નો મુદામાલ
