કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે આત્મનિર્ભર ભારતની સંકલ્પના પૂર્ણ કરવાની અપીલ કરી

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિતે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર, પાટણ દ્વારા આયોજિત સ્વસ્થ નારી સશક્ત અભિયાન કાર્યક્રમનો જિલ્લા વ્યાપી શુભારંભ કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને અને સાંસદશ્રી ભરતસિંહ ડાભીની ગરિમામય ઉપસ્થિતિમાં સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પહેલા સૌએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વર્ચુઅલી સાંભળ્યા હતા.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિતે ગૌરવ અનુભવતા કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આજે અનેક કાર્યક્રમો કર્યા છે જેના ભાગરૂપે રાજ્ય સરકારે પણ ૧.૫૦ લાખથી વધુ કાર્યક્રમો રાજ્યમાં કર્યા છે. જે અંતર્ગત આજરોજ પાટણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કાકોશી ગામે રાખવામાં આવ્યો છે. જરૂરિયાત ધરાવનાર લોકોને લાભ લેવો જોઈએ. અભિયાન અંતર્ગત તકલીફ ધરાવનાર વ્યક્તિઓની સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામા આવશે.મંત્રી શ્રી એ વધુમાં જણાવતા કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047 માં આત્મ નિર્ભર સંકલ્પને પૂર્ણ કરવા અપીલ કરી હતી.

જ્યારે પાટણ સાંસદશ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સમગ્ર ભારત સહિત સમગ્ર વિશ્વના દેશો, વિશ્વ સ્તરના લોકો પ્રધાનમંત્રીને આશીર્વાદ આપી રહ્યા છે.પાટણ જિલ્લામાં સશક્ત નારી સશક્ત દેશ બને તે માટે અનેક વિધ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમ કરી દેશને સશક્ત બનાવવાનું અભિયાન પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિતે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. આપણે કહીએ છીએ ભગવાન પછીનો જો કોઈ સ્થાન હોય તે ડોક્ટરનું છે કારણ ડોક્ટરને એ જિંદગી 24 કલાક આપણી સેવા માટે બંધાયેલી છે.

પાટણ સાંસદશ્રી ભરતસિંહ ડાભી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ.પટેલે સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ વિભાગનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સૌથી વધુ રક્તદાન કરનાર રક્તદાતાઓ તેમજ નિકક્ષય મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમજ ટી.બી.પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંગઠનના આગેવાનો-હોદ્દેદારો, સરપંચશ્રી સહિત આરોગ્ય વિભાગના અધિકારી, કર્મચારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!