રાધનપુર: શહેરના પિંડારિયા હોસ્પિટલ પાસે આવેલ રાધનપુર નેશનલ હાઈવે પર આજે એક ગંભીર ઘટના બની હતી.

હોસ્પિટલ નજીકની ગટર લાઈન પર ઢાંકણાં ન હોવાથી એક માલભરેલી ટ્રક સીધી ગટરમાં ફસાઈ ગઈ.

ઘટનાના પગલે નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, તેમજ રસ્તા પર પાણી ભરાયેલા હોવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ટ્રક ફસાતાં વાહનને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ જ તાત્કાલિક આગળ આવી મદદ કરી હતી.

ટ્રેક્ટરની મદદથી ટ્રકને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 

આ સમગ્ર ઘટનાક્રમે રસ્તા પર રહેલા અન્ય વાહનચાલકો માટે ખતરનાક પરિસ્થિતિ ઊભી કરી દીધી હતી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, “રસ્તા પર ગટરનાં ઢાંકણાં ના હોવાથી વારંવાર વાહનો ફસાય છે, નાના વાહનચાલકો તથા બે-પહિયાં વાહનચાલકોના અકસ્માતો થવાની પણ શક્યતા વધે છે.”

ખાસ કરીને પિંડારિયા હોસ્પિટલ પાસે આવી બેદરકારીના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને આવન-જાવનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થાય છે.

રહેણાંક વિસ્તાર તથા હોસ્પિટલ નજીક હોવા છતાં તંત્ર દ્વારા ઢાંકણાં ન મૂકવામાં આવતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક ઢાંકણાં મૂકવા અને માર્ગની યોગ્ય મરામત કરવા માંગ કરી છે.

નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.

આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સંબંધિત તંત્રની બેદરકારીથી નાગરિકોના જીવ સાથે સતત જોખમ રમાય છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!