પાટણ પોલીસ અધિક્ષકશ્રી, શ્રી વી.કે.નાથી સાહેબ, પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી.લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે સુજાણપુર પાટીયા પાસે રોડ ઉપર નાકાબંધી દરમ્યાન અશોક લેલન દોસ્ત પ્લસ રજી. નંબર GJ-07-YZ-4318 ની આવતા ઉભી રાખી ચેક કરતા ગાડી વાંસની પટ્ટીઓની આડમાં સંતાડેલ ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૪૬પપ કિં.રૂ.૧૦,૦૯,૭૪૮/- તથા અશોક લેલન દોસ્ત ગાડી કિં.રૂ.૫,૦૦,૦૦૦/- તથા વાંસની પટ્ટીઓ તથા પ્લાસ્ટીકની પાઈપો કિં.રૂ.૦૦/- મળી કુલ રૂ.૧૫,૦૯,૭૪૮/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી સિધ્ધપુર પો.સ્ટે. પ્રોહી. એક્ટ મુજબ ગુનો રજી. કરાવેલ છે.
પકડાયેલ આરોપીની વિવિગતઃ-
(૧) નરપતસિંહ બાબુલાલ ખેતારામ જાખડ(જાટ) રહે.લાલજી કી ડુંગરી તા.ચિતલવાણા જી.ઝાલોર(રાજસ્થાન)
પકડવાના બાકી આરોપીઓની વિગતઃ–
(૧) કાળુરામ બિશ્નોઇ રહે. ચિતલવાણા જેનું પુરૂ નામ-સરનામુ જણાવેલ નથી.
(૨) અમદાવાદ ખાતે દારૂ ભરેલ ગાડી લેવા આવનાર અજાણ્યો ઇસમ
કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) ગે.કા.ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૪૬૫૫ કિં.રૂ.૧૦,૦૯,૭૪૮/-
(૨) અશોક લેલન દોસ્ત પ્લસ રજી. નંબર GJ-07-YZ-4318 કિં.રૂ.૫,૦૦,૦૦૦/-
(૩) વાંસની પટ્ટીઓ તથા પ્લાસ્ટીકની પાઇપો કિં.રૂ.૦૦/-
કુલ કિં.રૂ.૧૫,૦૯,૭૪૮/-



