રબારી સમાજના ધાર્મિક પ્રસંગમાં કરૂણ દુર્ઘટના : ભંડારા પાસે વરસાદથી બચવા માટે ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ઉભેલા કિશોર, યુવાન અને આધેડનો ભોગ લેવાતા શોકનું મોજું
વેરાવળ, : ગીર સોમનાથમાં વેરાવળનાં સિડોકર ગામમાં આજે વહેલી સવારે એક અત્યંત કરૂણ દુર્ઘટના બની છે, જ્યાં મોમાઈ માતાજીના પૂંજ મહોત્સવ પ્રસંગ દરમિયાન વીજ કરંટ લાગતા એક કિશોર સહિત ત્રણ ભાવિકોના કરૂણ મોત નિપજ્યાં હતા. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, વેરાવળ તાલુકાના સિડોકર ગામમાં વહેલી સવારે રબારી સમાજ દ્વારા દર વર્ષની પરંપરા પ્રમાણે, નવરાત્રીની આઠમ અને નોમના દિવસે મોમાઈ માતાજીનો ધામક પૂંજ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આજે પ્રસંગનો આખરી પડાવ હતો.

