પકડાયેલા આરોપીની ઓળખ થરાદના ભાપડી ગામના પ્રકાશભાઈ દેવસીભાઈ ઉર્ફે દેવાભાઈ રબારી તરીકે થઈ છે. તેની બોલેરો ગાડીમાંથી આ ગેરકાયદેસર માદક પદાર્થ મળી આવ્યો હતો.ઝડપાયેલા અફીણની બજાર કિંમત 71,300 રૂપિયા આંકવામાં આવી છે.
પોલીસે અફીણ ઉપરાંત 67 ખાલી પ્લાસ્ટિકની થેલીઓ, એક કાપડની થેલી, 5,000 રૂપિયાની કિંમતનો એક ઓપો કંપનીનો મોબાઈલ ફોન અને 5,00,000 રૂપિયાની બોલેરો ગાડી પણ જપ્ત કરી છે.કુલ મળીને 5,76,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, આ અફીણનો જથ્થો રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના સોતરુ પુરા ગામના કરશન ઉર્ફે નેનારામ ઠાકરારામ બિશ્નોઈ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. પોલીસે સપ્લાયર સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
The Gujarat Live News
