નવરાત્રિ પર્વની પુર્ણાહુતી સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત વિવિધ શહેરોમાં રાવણ દહનની તૈયારીઓ કરી દેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે સુરતમાં ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 54 ફૂટના રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સાથે મેઘનાથ અને કુંભકર્ણના 45-45 ફૂટના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. ઉતરપ્રદેશના ખાસ કારીગરો દ્વારા ઇમારતી લાકડું ગણાતા વાંસની મદદથી પૂતળા બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ વડોદરામાં રાવણ દહનમાં વરસાદ વિઘ્ન બનતા આજે કાર્યક્રમમાં મોકૂફ રાખી આવતીકાલે રાખવામાં આવ્યો છે. જુઓ દેશભરમાં રાવણ દહનની પળેપળની અપડેટ્સ… ગુજરાતમાં રાવણ દહનના વીડિયો અને પળેપળની અપડેટ જોવા સ્ક્રોલ કરો…
