
સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન
જિલ્લાના ૨૬ પોલીસ મથકો પર વિધિપૂર્વક શસ્ત્રોની પૂજા કરી સુખાકારી માટે પ્રાર્થના કરી
સુરેન્દ્રનગર – વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કચેરી ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથો સાથ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન કરાયું હતું.
અસત્ય પર સત્યના વિજયના દિવસ અને પરંપરા અને શક્તિના પ્રતિક સમા શસ્ત્ર પૂજન કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત પોલીસ ટીમ દ્વારા લોકોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા દૈનિક ઉપયોગમાં લેવાતા હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું.
