જાફરાબાદ ના બલાણા ગામ ના માલધારી અરજણભાઇ રબારી ના રાત્રીના સમયે પોતાના પેક ફરજા મા વન્યપ્રાણી સિંહ ધૂસી જતા ૧૫થી૧૬ જેટલા ધેટાં બકરા નુ મોત નિપજેલ છે અને ૬ ધેટાં ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરેલ છે.

ફોરેસ્ટઓફિસર દ્વારાસ્થળ પર મુલાકાત લીધી. અને માલધારી ને થયેલ જાન માલ ની નુકશાન નું પંચરોજકામ કરેલ…
પશુપાલન કરતા સમાજ દ્વારા જણાવવામાં આવેલ કે અનેક વખત આવા બનાવ બને છે સરકાર દ્વારા જે મૃતક પશુ ની સહાય થી.આર. મુજબ મળે છે તે બહુ ઓછી અને સહાય માલીક ને મળતા સમય પણ વધારે લાગે છે.પશુપાલકો ખેડૂતો અને ગ્રામજનો હાલ ભય ના માહોલ માં જીવે છે.ખેતર કે વાડી એ જતા ડર લાગે છે. માલ ઢોર ચરાવવા કેમ જવું તે વિચારવા જેવી બાબત છે …….
The Gujarat Live News
