લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો અંત આવ્યો છે. આજે 4 ઓક્ટોબરને શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને તેમણે કમલમ ખાતે ચાર્જ પણ સંભાળી લીધો છે. આમ, જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તેમણે ગઈકાલે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એકપણ ફોર્મ ભરાયું ન હોવાથી તેઓ બિનહરીફ થયા છે. જગદીશ પંચાલ અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમપાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે નીકળી ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા. આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે.લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જગદીશ પંચાલ 3 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરી બિનહરીફ થઈ ગયા હતા. ત્યાર બાદ સાંજે ગાંધીનગરમાં પોતાના મંત્રી બંગલામાં ગયા હતા, જ્યાં અન્ય મંત્રીઓએ તેમના ઘરે આવી શુભેચ્છાઓ પાઠવી હતી. બધાની શુભેચ્છાઓ સ્વીકારીને પંચાલે સૌકોઈનો આભાર માન્યો હતો તેમજ બધા સાથે વાતચીત કરી હતી એમાં ઘણો લાંબો સમય નીકળી ગયો હતો. બીજી બાજુ તેમના ઘરે પણ સમર્થકોનો જમાવડો ભેગો થઈ ગયો હતો. જ્યારે જગદીશ પંચાલ રાત્રે 11 વાગ્યાની આસપાસ પોતાના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે તેઓ ઘરમાં પ્રવેશ કરે એ પહેલા જ તેમનાં ધર્મપત્નીએ પાણીના લોટાથી તેમની નજર ઉતારી હતી. ધાર્મિક પૂજા કરાવીને તેમને ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો. પ્રભારી ભૂપેન્દ્ર યાદવે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત કરી
ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર રીતે જગદીશ પંચાલને જાહેર કર્યા હતા. આ સાથે 39 રાષ્ટ્રીય પરિષદનાં ફોર્મ ભરાયાં હતાં, જે તમામ પણ બિનહરીફ જાહેર થયા હતા. રાષ્ટ્રીય પરિષદમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો હતો. જગદીશ પંચાલને મુખ્યમંત્રીએ શ્રીફળનો પડો અને પાટીલે ભાજપનો ઝંડો આપ્યો
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થતાં જ મુખ્યમંત્રીએ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને શ્રીફળનો પડો અને સી.આર.પાટીલે ભાજપનો ઝંડો આપ્યો હતો, સાથે જ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને ફૂલનો હાર પહેરાવી સ્વાગત કરાયું હતું. બાદમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને CM અને પાટીલે મોઢું મીઠું કરાવ્યું હતું. મંત્રી બંગલાએ શુભેચ્છાઓ સ્વીકારવામાં રાત પડી
જગદીશ પંચાલે 3 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરતાં અને અન્ય કોઈએ ફોર્મ ના ભરતાં તેઓ બિનહરીફ થઈ ગયા હતા. ત્યાર બાદ સાંજે ગાંધીનગરમાં પોતાના મંત્રી બંગલામાં ગયા હતા, જ્યાં અન્ય મંત્રીઓએ તેમના ઘરે આવી શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીઓ ઉપરાંત અન્ય કેટલાક ભાજપના નેતાઓ-અધિકારીઓ પણ ગયા હતા. બધાની શુભેચ્છાઓ સ્વીકારીને પંચાલે સૌકોઈનો આભાર માન્યો હતો તેમજ બધા સાથે વાતચીત કરી હતી, જેમાં ઘણો લાંબો સમય નીકળી ગયો હતો. પત્નીએ પાણીના લોટાથી નજર ઉતારી ઘરમાં પ્રવેશ આપ્યો
બીજી બાજુ તેમના ઘરે પણ સમર્થકોનો જમાવડો ભેગો થઈ ગયો હતો. ઘણા લોકો રાત્રે 8 વાગ્યે આવી પહોંચ્યા હતા. જ્યારે જગદીશ પંચાલ રાત્રે 11 વાગ્યે આસપાસ પોતાના નિવાસસ્થાને પહોંચી શક્યા હતા. તેઓ પોતાના ઘરમાં પ્રવેશ કરે એ પહેલાં જ તેમનાં ધર્મપત્નીએ પાણીના લોટાથી તેમની નજર ઉતારી હતી. ધાર્મિક પૂજા કરાવીને તેમને ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યાર બાદ સમર્થકોની શુભેચ્છા પણ સ્વીકારી હતી. પ્રદેશ પ્રમુખ ઓળખ નથી, પરંતુ ભાજપનો કાર્યકર્તા ઓળખ છે: જગદીશ પંચાલ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ ઓળખ નથી, પરંતુ ભાજપનો કાર્યકર્તા ઓળખ છે. તમામને હું હૃદયપૂર્વક વંદન કરું છું, સાથે જ તેમણે ભાજપના નેતાઓનાં નામ લઈ તમામ કાર્યકર્તાઓને વંદન કર્યાં હતાં. ગુજરાતની સેવા માટે પરિશ્રમી અને દૃઢ નિર્ણયવાળા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા છે જેમના થકી વિકાસનાં કામો થયાં છે અને ગુજરાતનો ખૂબ વિકાસ થયો છે. ઓપરેશન સિંદૂરની સફળતા અને GST હોય તે આપણા વડાપ્રધાનના નેતૃત્વમાં થયું છે. મારી ઓળખ કેસરિયો ખેસ છે. હું સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કે 25 વર્ષથી જનતાએ આપણા પર ભરોસો મૂક્યો છે, જેથી આપણી જવાબદારી વધી છે. જગદીશ પંચાલને સરકાર-સંગઠનનો ખબૂ સારો અનુભવ છે: CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જરૂરી છે. ભાજપ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. જગદીશ વિશ્વકર્મા પણ ખૂબ ટેકનોસેવી છે. જ્યારે તેઓ અમદાવાદ શહેર પ્રમુખ હતા ત્યારે AMCમાં સૌથી સારું પરિણામ આવ્યું હતું. સરકાર અને સંગઠનનો તેમને ખૂબ સારો અનુભવ છે. સારી કામગીરી કરી છે. દરેક લોકોને સાથે લઈને ચાલવું એ વડાપ્રધાનનો મંત્ર છે. GST રિફોર્મને પ્રજા સુધી પહોંચાડવાનું કામ સરકાર અને પાર્ટીએ કર્યું છે. હવે જગદીશ પંચાલ આ કામ આગળ વધારશે. દિવાળી આવે છે, જેથી સ્વદેશી પર આપણે ભાર મૂકીશું. જગદીશ પંચાલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે 182 સીટો જીતવાની છે: પાટીલ
પદગ્રહણ સમારોહમાં ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે આપણે 182 સીટ જીતવાની છે. દિલ્હીથી આવેલી એક પાર્ટીએ મને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. મારા વતી કાર્યકર્તાઓએ જવાબ આપ્યો. મતદારોએ એવો પાઠ ભણાવ્યો કે ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે. ભાજપને નુકસાન કરવાની એમની કોઈ તાકાત નથી. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, જે ઇચ્છે તેને જ મેન્ડેટ મળે છે. આપણે નવા લોકોને લાવ્યા અને ભાજપની મહાનગરપાલિકાઓમાં 100 સીટ વધારે જીત્યા છીએ. ભાજપના કાર્યકર્તાઓને જીતવાની ટેવ છે. આપણો જન્મ માટે જીતવા થયો છે એવા સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ. સૌ મતદાતા અને કાર્યકર્તાઓનો આભાર માનું છું. પાટીલે કાર્યકર્તાઓની માફી માગી
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે 3 લાખ મત વધુ લાવ્યા હોત તો 182 સીટ આપણે આવી ગઈ હોત. 156 સુધી રહ્યા અને પેટાચૂંટણીથી 162 થઈ, પણ 182 ના થઈ, જેનો અફસોસ મને રહેશે. નવા પ્રમુખ જગદીશ પંચાલ હવે ગુજરાતના સુકાની બન્યા છે. દરેક કાર્યકર્તા તેમની સાથે ચાલશે. આજે અશ્વમેધ યજ્ઞનો ઘોડો આગળ ચાલે છે. કેટલાકને નુકસાન અને ફાયદો થયો છે. મને માફ કરજો. મારો નિર્ણય પાર્ટીના હિત માટે કર્યો હશે. હું માફી માગું છું. ગઈકાલની લાઈવ અપડેટ માટે ક્લિક કરો… જગદીશ પંચાલે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!